બીસીસીઆઇ કૅન્સરથી પીડિત અંશુમન ગાયકવાડની સારવાર માટે એક કરોડ રૂપિયાની સહાય આપશે


નવી દિલ્હી:બીસીસીઆઇએ કેન્સર સામે ઝઝૂમી રહેલા ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને કોચ અંશુમાન ગાયકવાડને ૧ કરોડ રૂપિયાની આર્થિક સહાય આપી છે. બીસીસીઆઇ એપેક્સ કાઉન્સિલે રવિવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘જય શાહે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ભારતના દિગ્ગજ ક્રિકેટર અંશુમન ગાયકવાડને નાણાકીય સહાય આપવા માટે તાત્કાલિક અસરથી ૧ કરોડ રૂપિયા રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કેન્સરની સારવાર માટે સૂચના આપવામાં આવી છે. બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલે એક નિવેદનમાં કહ્યું કે, ‘શાહે ગાયકવાડના પરિવાર સાથે પણ વાત કરી છે અને સ્થિતિની સમીક્ષા કરી છે અને તેમને મદદ કરી છે. સંકટની આ ઘડીમાં બોર્ડ ગાયકવાડના પરિવાર સાથે ઉભું છે અને ગાયકવાડના ઝડપી સ્વસ્થ થવા માટે જે પણ જરૂરી હશે તે કરશે. બીસીસીઆઇ ગાયકવાડની પ્રગતિ પર નજર રાખશે અને તેને વિશ્વાસ છે કે તે આ તબક્કામાંથી મજબૂત રીતે બહાર આવશે.સ્વર્ગસ્થ દત્તાજીરાવ ગાયકવાડના પુત્ર અંશુમન ગાયકવાડ બ્લડ કેન્સર સામે લડી રહ્યા છે. તેમણે ભારત માટે ૪૦ ટેસ્ટ મેચ રમી જેમાં તેમણે ૧૯૮૫ રન બનાવ્યા. તેમણે ૧૫ વન ડે મેચો પણ રમી હતી, જેમાં તેમણે ૨૬૯ રન બનાવ્યા હતા. તેમણે ૨૬૯ ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં તેંમણે ૧૨૧૩૬ રન બનાવ્યા જેમાંથી ૨૨૫ તેનો સર્વોચ્ચ સ્કોર હતો. ગાયકવાડનો ટેસ્ટમાં સર્વોચ્ચ સ્કોર ૨૦૧ રન હતો. ગાયકવાડે ભારતીય ટીમના કોચ તરીકે પણ સેવા આપી હતી અને જ્યારે નવી દિલ્હીમાં પાકિસ્તાન સામેની ઈનિંગમાં સ્ટાર સ્પિનરે ૧૦ વિકેટ લીધી ત્યારે ગાયકવાડ કોચ હતા. ભૂતપૂર્વ બેટ્‌સમેને ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ સહિત તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓએ તેને નાણાકીય સહાય પૂરી પાડવા માટે બોર્ડને અપીલ

કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution