આઇપીએલ ૨૦૨૫ પહેલા બીસીસીઆઇ ડબલ બાઉન્સર નિયમ અને ઈમ્પેક્ટ પ્લેયરની સમીક્ષા કરશે


મુંબઇ:આઇપીએલ ૨૦૨૫ પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક ઓવરમાં ડબલ બાઉન્સરનો નિયમ બદલી શકે છે. આ સિવાય ઈમ્પેક્ટ પ્લેયર રૂલ પર પણ ચર્ચા થઈ રહી છે. રમતની મજા વધારવા માટે બીસીસીઆઇએ પુરુષોની ટી-૨૦ લીગમાં આ બંને નિયમો લાગુ કર્યા હતા. પરંતુ હવે બીસીસીઆઇ આ નિયમોમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે. હવે બીસીસીઆઇ ટૂંક સમયમાં એક ઓવરમાં ડબલ બાઉન્સરના નિયમ અંગે પોતાનો ર્નિણય આપી શકે છે. આગામી દિવસોમાં એ સ્પષ્ટ થઈ જશે કે આઇપીએલ ૨૦૨૫માં એક ઓવરમાં ડબલ બાઉન્સરનો નિયમ હશે કે નહીં, આઇપીએલ ૨૦૨૪માં બીસીસીઆઇએ એક ઓવરમાં બે બાઉન્સર મૂકવાનો નિયમ લાગુ કર્યો હતો. જેનો બોલરોએ ટુર્નામેન્ટ દરમિયાન ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. આ નિયમને કારણે બોલરોની તાકાત પણ થોડી વધી. કારણ કે બોલરો ઘણી વખત વધુ રન આપવાથી બચવા માટે બાઉન્સરનો ઉપયોગ કરે છે. જાે બીસીસીઆઇ આઇપીએલ ૨૦૨૫ પહેલા આ નિયમને નાબૂદ કરે છે, તો બોલરો માટે તે મોટો ફટકો હશે. બીસીસીઆઇ ડબલ બાઉન્સર નિયમ અને પ્રભાવિત ખેલાડી નિયમની સમીક્ષા કરી રહ્યું છે. જેના પર બીસીસીઆઇ જલ્દી જ મોટો ર્નિણય આપી શકે છે કે આ બેમાંથી કયો નિયમ ચાલુ રહેશે અને કયો નિયમ હટાવવામાં આવશે. ગત સિઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં બે બાઉન્સરનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને આઇપીએલમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. જાે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજુ પણ એક ઓવરમાં માત્ર એક જ બાઉન્સર નાખવાનો નિયમ છે, જે આઇપીએલ ૨૦૨૪થી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. આ નિયમ અંગે ક્રિકેટરોના મત અલગ-અલગ છે. કેટલાક ક્રિકેટરો આ નિયમના પક્ષમાં છે તો કેટલાક આ નિયમને ખોટો ગણાવી રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution