બીસીસીઆઇને વન ડે વર્લ્ડકપથી ૧૧ હજાર કરોડની કમાણી


નવી દિલ્હી:ગયા વર્ષે યજમાન ટીમ ઈન્ડિયા આઇસીસી વન ડે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન છતાં ચેમ્પિયન બની શકી ન હતી. ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હૃદયદ્રાવક હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ પહેલા, રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા એક પણ મેચ હારી ન હતી, પરંતુ તેઓ વન ડે વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાના નસીબમાં નહોતા. રોહિત અને ભારતીય ટીમ હવે એ હારને ભૂલીને આગળ વધી છે. આ દરમિયાન એક એવા સમાચાર આવ્યા છે, જે તે હારનું દુઃખ ઘણે અંશે ઓછું કરી શકે છે. વાસ્તવમાં, આઇસીસી દ્વારા વન ડે વર્લ્ડકપની કમાણી અંગે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઇ એ વન ડેવર્લ્ડ કપ ૨૦૨૩થી ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આઇસીસી દ્વારા બુધવારે આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ મુજબ, ૨૦૨૩માં ભારતમાં યોજાયેલા વન ડેવર્લ્ડ કપથી ઇં૧.૩૯ બિલિયનની આવક થઈ હતી. આનો સૌથી વધુ ફાયદો પ્રવાસન ક્ષેત્રને થયો. આઇસીસી માટે નીલ્સન દ્વારા હાથ ધરવામાં આવેલા આર્થિક પ્રભાવના મૂલ્યાંકનમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાયેલી પ્રતિષ્ઠિત સ્પર્ધા અત્યાર સુધીની સૌથી મોટી વન ડે વર્લ્ડ કપ હતી. આઇસીસીના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે એક નિવેદનમાં કહ્યું, આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ એ ક્રિકેટની નોંધપાત્ર આર્થિક શક્તિનું પ્રદર્શન કર્યું છે, જેણે ભારત માટે ઇં૧.૩૯ બિલિયન (રૂ. ૧૧,૬૩૭ કરોડ)નો આર્થિક લાભ મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતના વિજયી અભિયાન પર વિરામ મુકી રેકોર્ડ છઠ્ઠી વખત ટાઇટલ જીત્યું. આઇસીસીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “યજમાન શહેરોએ ઇં૮૬૧.૪ મિલિયનની પ્રવાસન આવક પેદા કરી હતી, જેમાં રહેવા, મુસાફરી, પરિવહન અને ખાદ્યપદાર્થો સામેલ હતા, કારણ કે મોટી સંખ્યામાં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ મેચો માટે પહોંચ્યા હતા.” જાેકે, આઇસીસી એ સ્પષ્ટ નથી કર્યું કે રિપોર્ટમાં દર્શાવેલ આંકડાઓ વાસ્તવિક આવક છે કે નહીં, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વન ડે વર્લ્ડ કપને સ્ટેડિયમમાં રેકોર્ડ ૧૨ લાખ ૫૦ હજાર દર્શકોએ નિહાળ્યો હતો અને તેમાંથી લગભગ ૭૫ ટકા લોકો આઇસીસી પ્રથમ વખત ૫૦ ઓવરની મેચ જાેવા આવ્યા હતા. આઇસીસીના નિવેદન અનુસાર, ‘૫૫ ટકા આંતરરાષ્ટ્રીય પ્રશંસકોએ પહેલાથી જ નિયમિતપણે ભારતની મુલાકાત લીધી હતી. જ્યારે ૧૯ ટકા આંતરરાષ્ટ્રીય પ્રશંસકોએ વર્લ્ડ કપને કારણે પ્રથમ વખત ભારતની મુલાકાત લીધી હતી. જેના પરિણામે ઇં૨૮૧.૨ મિલિયનની આર્થિક અસર થઈ અને લગભગ ૬૮ ટકા લોકોએ કહ્યું કે તેઓ ભવિષ્યમાં તેમના મિત્રો અને પરિવારના સભ્યોને પ્રવાસન સ્થળ તરીકે ભારતની ભલામણ કરશે, જે ભારતની વૈશ્વિક છબીને વધુ સુધારશે. અહેવાલમાં જણાવાયું છે કે ટૂર્નામેન્ટના આયોજનમાં તેમજ હોસ્પિટાલિટી ક્ષેત્રની અન્ય સંસ્થાઓ દ્વારા ૪૮,૦૦૦ થી વધુ પૂર્ણ- અને અંશકાલિક નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution