બીસીસીઆઇએ 2024-25 માટે ભારતીય ટીમની ડોમેસ્ટિક સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું

 મુંબઇ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ 2024-25 માટે ભારતીય ટીમની ડોમેસ્ટિક સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયા આ વર્ષે સપ્ટેમ્બરથી આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી કુલ 16 મેચ રમશે. જેમાં પાંચ ટેસ્ટ, આઠ ટી20 અને ત્રણ વનડે મેચોનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયા આ દરમિયાન બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની યજમાની કરશે. ભારતની આંતરરાષ્ટ્રીય સ્થાનિક સીઝન સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી સાથે શરૂ થશે. આ પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી પણ રમાશે. ચેન્નાઈ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટની યજમાની કરશે જ્યારે કાનપુર 27 સપ્ટેમ્બરથી બીજી ટેસ્ટની યજમાની કરશે. ધર્મશાલા, દિલ્હી અને હૈદરાબાદમાં ત્રણ ટી-20 મેચ રમાશે, ત્યારબાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આવતા વર્ષે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 16 ઓક્ટોબરે બેંગલુરુમાં રમાશે. પુણે અને મુંબઈ અનુક્રમે બીજી અને ત્રીજી ટેસ્ટનું આયોજન કરશે. બંને દેશો વચ્ચે પાંચ T20 અને ત્રણ ODI મેચોની શ્રેણી રમાશે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની શ્રેણી વચ્ચે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ જશે. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાવાનો છે. સૌથી મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા આ તમામ શ્રેણી નવા કોચની દેખરેખમાં રમશે. આ T20 વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution