બાર્થોલીન સિસ્ટ ઃ યોનિમાર્ગની દિવાલ પર ગાંઠ

સ્ત્રીમાં યોનિ માર્ગમાં ઘણી બધી સમસ્યાઓ જાેવા મળતી હોય છે. તેમાં દરેક વયની સ્ત્રીઓને થતી સમસ્યાઓ પણ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે સ્ત્રીઓને નાની મોટી સમસ્યાઓ અવગણવાની આદત પડી ગઈ હોય છે જેથી તે સામાન્ય સમસ્યાઓને ગણકારતી નથી અને તે જ સમસ્યાઓ આગળ જતાં ગંભીર રૂપ ધારણ કરે છે.

સ્ત્રીમાં યોનિમાર્ગ અને મૂત્રમાર્ગનું મુખ એક જ હોવાના લીધે ઘણા બધા ચેપ વારંવાર લાગતા હોય છે. બાર્થોલીન સિસ્ટ આવી જ એક સમસ્યા છે, જે આજકાલ ખૂબ વકરી રહી છે. રોજીંદી ઓપીડીમાં તેના દર્દીઓ ઘણા વધી ગયા છે.

 આ બાર્થોલીન સિસ્ટ ?

 સ્ત્રી શરીરના યોનિમાર્ગની બંને દીવાલને અડીને બાર્થોલીન નામની એક ગ્રંથિ આવેલી હોય છે જે બંને બાજુ હોય છે. આ ગ્રંથિમાં થતી ગાંઠને બાર્થોલીન સિસ્ટ કહે છે. આ ગ્રંથિ ખૂબ અગત્યની છે. સેક્સ દરમિયાન થતાં હોર્મોનના ફેરફારોને નિયંત્રણમાં રાખે છે, યોનિમાર્ગની કુદરતી ચીકાશ જાળવી રાખે છે. આ ગ્રંથિમાં થતાં ચેપ અથવા ઇજાના કારણે આ સિસ્ટ થાય છે. યોનિમાર્ગનો ચેપ કોઈ રીતે બાર્થોલીન ગ્રંથિને લાગે ત્યારે તેમાં સોજાે આવે છે. કુદરતી અંતઃસ્ત્રાવોમાં વિક્ષેપ પડે છે જેના લીધે તેમાં સોજાે આવે છે અને તે ફુલી જાય છે. મોટાભાગે નાની ઉંમરમાં આ તકલીફ વધુ થાય છે અને મેનોપોઝ પછી થતી નથી. આ જ રીતે ડિલિવરી વખતે મૂકેલા ચીરા(એપીસિયોટોમી )ના લીધે પણ ઘણી વાર તેમાં સિસ્ટ બનતી હોય છે.

 લક્ષણો –

ઘણી વાર ખૂબ નાની સાઈઝ હોય છે ત્યારે મોટા ભાગે દર્દીને ખ્યાલ હોતો નથી. પણ ધીમે ધીમે તે વધે અથવા ચાલવા બેસવા ઉઠવામાં તકલીફ પડે ત્યારે ખ્યાલ આવે છે. ડોક્ટરને પણ તપાસ દરમિયાન જ ખ્યાલ આવે છે. શરૂઆતમાં તે ખૂબ નાની હોય છે, સમય જતાં તેની સાઈઝ વધીને મરઘીના ઈંડા જેટલી પણ થઈ શકે છે.

• યોનિમાર્ગમાં કંઈક સોજા જેવુ લાગવું

• સેક્સ દરમિયાન દુઃખાવો થાય છે

• ક્યારેક તાવ જેવુ આવે છે

• યોનિમાર્ગમાંથી સ્ત્રાવ થાય છે અને યોનિમાર્ગ ખેંચાતો હોય તેવું લાગે છે

• જે સાથળ બાજુ આ સિસ્ટ થાય ત્યાં સોજાે લાગે છે અને સામાન્ય લાલાશ જેવુ દેખાય છે

• સિસ્ટ હોય તે ભાગમાં ચામડી ચમકતી અને પાતળી લાગે છે

• સિસ્ટ પકડીને તપાસ કરતાં તેમાથી પાણી કે પરુ જેવું કોઈ પ્રવાહી નીકળે છે કે કેમ તેની તે જાેવું પડે છે

• ઘણી વાર તે દબાવવાથી દુઃખતી નથી

એલોપથીમાં સારવાર

ગરમ પાણીમાં બેસીને શેક કરવાથી નાની સિસ્ટ મટી શકે છે. પણ એલોપેથીમાં મોટા ભાગે ઓપેરેશન જ એક સારવાર છે. શરૂઆતમાં એન્ટિબાયોટીક તેમજ વિટામિનની ગોળીઓ દ્વારા સારવાર અપાય છે. જાે તેનાથી ના સુકાય તો ઓપેરેશન કરવું પડે છે. આ ઓપરેશન આમ તો નાનું હોય છે. સિસ્ટની જગ્યાએ લોકલ એનેસ્થેસિયા આપીને તેમાં ચીરો મૂકીને સિસ્ટ બહાર કાઢી લઈ તેના પર ટાંકા લઈ લેવામાં આવે છે. ત્યાર બાદ શરીરમાં ચેપ ફેલાય નહીં તેના મા એન્ટિબાયોટીક આપવામાં આવે છે. મોટાભાગે આ ઓપરેશન પછી આ સિસ્ટ ફરી થવાની શક્યતા રહેલી હોય છે. ઘણી વાર ઓપરેશનવાળી જગ્યામાં કાળજી ન રખાય તો સરખું સચવાય નહીં તો પરુ પણ થઈ શકે છે. અને તેનાથી બાર્થોલીન ગ્રંથિની કુદરતી અંતઃસ્ત્રાવો સર્જવાની ક્ષમતા ઘટી જાય છે.

આયુર્વેદથી આ રોગ સંપૂર્ણ મટી શકે છે

  આયુર્વેદમાં આ રોગનું વર્ણન યોનિ શોથ અથવા યોનિ કંદ રોગ અંતર્ગત આપેલું છે. જેમાં તેની સંપૂર્ણ સારવાર શક્ય છે, પણ સંપૂર્ણ નિદાન પરિવર્જ્‌ન એટ્‌લે કે પરેજી પાડવી પડે છે. સિસ્ટ ફરી ના થાય અથવા સિસ્ટ ઓગળી જાય તેવી ઘણી બધી દવાઓ આયુર્વેદમાં છે, પણ તે વ્યક્તિની પ્રકૃતિ, સિસ્ટની સાઈઝ , સિસ્ટ કેટલા સમયથી છે તે સમયગાળો વગેરે બાબતો પર આધાર રાખે છે, જેથી યોગ્ય આયુર્વેદ સ્ત્રી રોગ નિષ્ણાતને મળીને સારવાર કરવી વધુ યોગ્ય છે. બાર્થોલીન સિસ્ટ જેને વારંવાર થતી હોય તેને ભોજનમાં દૂધ , દૂધની બનાવટો , ડેરી પ્રોડક્ટ વગરે વધુ માત્રામાં લેતા હોય તે બંધ કરવું હિતાવહ છે.

 આયુર્વેદમાં યોનિ પ્રક્ષાલન નામની એક ક્રિયા દ્વારા ગમે તેવી બાર્થોલીન સિસ્ટ હોય તે મટી જ જાય છે. પંચવલકલ કવાથ અને શુદ્ધ ટંક્ણ તેમજ સ્ફટિકા મિક્સ કરીને ઉકાળો બનાવીને તેનાથી યોનિમાર્ગનું પ્રક્ષાલન કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે. આ સિવાય ગાંઠ ઓગાળવાની ઘણી બધી દવાઓ આવે છે જેનાથી તેને સંપૂર્ણ રાહત મળી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution