બાડમેર પોલીસે 3 કરોડની હેરોઇન સાથે 2 આરોપીની ધરપકડ કરી

રાજસ્થાન-

બાડમેર જિલ્લાાના સરહદી વિસ્તારોમાં રહેતા જૂના તસ્કરો ફરીથી સક્રિય થઈ રહ્યા છે અને આ વાતનો ખુલાસો બાડમેર પોલીસ અધિક્ષક આનંદ શર્માએ કર્યો હતો. જે રીતે ગત કેટલાક દિવસોથી સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જૂના તસ્કરો ફરી એકવાર બોર્ડર પર સક્રિય હોવાનું બહાર આવ્યું છે, આનંદ શર્માના જણાવ્યા અનુસાર, નકલી નોટોના કેસમાં આરોપીની પૂછપરછમાં સેડવા પોલીસ સ્ટેશનના ખંડુ ખાન ગેરકાયદેસર કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બાડમેર પોલીસે થોડા દિવસ પહેલા છ લાખથી વધુની નકલી નોટ ઝડપી પાડી હતી, તેની સાથે મળીને કુલ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જેની ઉંડી પૂછપરછમાં આ દરેેેક ઘટના સામે આવી રહી છે, સૌથી મોટો સવાલ એ છે કે હેરોઇન ક્યાંથી આવી હતી? પોલીસ દ્વારા આ માહિતીનો ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી.

પશ્ચિમ રાજસ્થાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલો બાડમેર જિલ્લો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બાડમેર પોલીસ એક પછી એક ખુલાસા કરી રહી છે. પહેલાં નકલી નોટ, ત્યારબાદ ઘુસણખોરને ઝડપ્યા અને આજે બાડમેર પોલીસ અધિક્ષક આનંદ શર્માએ રૂપિયા 3 કરોડના હેરોઇન સાથે 2 લોકોની ધરપકડ કરી છે. તેમ જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution