બનાસકાંઠાના દાંતા પંથકમાં બારે મેઘ ખાંગા ચાર કલાકમાં ૮ ઇંચ વરસાદ

અંબાજી, બનાસકાંઠા જિલ્લા માં ચોમાસુ ૧૦ દિવસ મોડું શરુ થયું છે પણ શરુ થયા બાદ વરસાદે બનાસકાંઠા જિલ્લા ના અનેક વિસ્તારો ને ધમરોળી નાખ્યું છે જેમ લાખણી માં ૯ ઇંચ વરસાદ ખાબક્યો હતો ત્યારે આજે દાંતા માં માત્ર ૪ કલાક માં ૮ ઇંચ વરસાદ પડતા સમગ્ર દાંતા પાણી પાણી થઇ ગયું હતું દાંતા માં પડેલા ધોધમાર વરસાદ ના પગલે દાંતા ની રેફરલ હોસ્પિટલ જાણે તળાવ માં ફેરવાઈ હોય તેમ ઢીચણ સમા પાણી ભરાયા હતા એટલુંજ નહિ હોસ્પિટલ ના અનેક ઓફિસો સહીત વોર્ડ ને ફાર્મસી ની ઓફિસ માં પણ પાણી ફરી વળ્યાં હતા જેના કારણે દવા ભરેલા પાર્સલો પણ ભીંજાઈ ગયા હતા દાંતા ની આ હોસ્પિટલ માં ભરાયેલા પાણી મહિલા વોર્ડ માં પણ ઘૂસી જતા ગઈ કાલે જ પ્રસુતિ પામેલી ત્રણ મહિલાઓ ને અન્ય ખાનગી હોસ્પિટલ માં ખસેડવાની ફરજ પડી હતી ને જાણે આખું હોસ્પિટલ ખાલી થઇ ગયું હોય તેમ હોસ્પિટલ નો સ્ટાફ પણ દવાખાના માં જઈ શક્યું ન હતું ત્યારે દવાખાન ના સુપ્રિટેન્ડેન્ટ વિવેક સક્સેના એ જણાવ્યું હતું કે દર ચોમાસા માં હોસ્પિટલ ની આજ પરિસ્થિતિ સર્જાય છે અનેકો વખત જિલ્લા ને ગાંધીનગર સુધી હોસ્પિટલ માં ભરાતા પાણી ની ફરિયાદ કરવા છતાં કોઈ નિવેડો આવતો નથી જાેકે આ રેફરલ હોસ્પિટલ નદી ના પટ માં હોસ્પિટલ બનાવેલું હોવાથી ત્યાં થી પસાર થતા પાણી આ હોસ્પિટલ માં ભરાઈ જાય છે જેથી કરી ને હવે આ હોસ્પિટલ ને અન્ય સ્થળે ખસેડવા માંગ કરાઈ રહી છે અથવા આ હોસ્પિટલ ને બીજાે માળ બનાવી બીજા માળ ઉપર હોસ્પિટલ શરુ કરવામાં આવે તેવી પણ ઈચ્છા વ્યકત કરાઈ છે દાંતા તાલુકા ના ૧૮૬ ગામડા માટે આ હોસ્પિટલ આશીર્વાદ સમાન છે એટલુંજ નહિ દાંતા તાલુકા નો નજીક નો વિસ્તાર અકસ્માત જાેન છે ને ત્યાં થી પણ અનેક કેસ આ હોસ્પિટલ માં આવતા હોય છે પણ ચોમાસા ની આ પરિસ્થિતિ માં જાણે હોસ્પિટલ ને તાળા લાગી જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે નથી કોઈ સ્ટાફ અંદર જઈ શકે ના તો કોઈ દર્દી અંદર જય શકતો તેથી કરીને તાકીદે આ હોસ્પિટલ નો પ્રશ્ન ઉકેલાય તેવી દાંતા ના સરપંચ હરપાલ સિંહ એ માંગ કરી છે

દાંતા પંથકના મોટાભાગના ખેતરોમાં પાણી ભરાયા, ખેડૂતો ચિંતામાં

દાંતા તાલુકા માં આજે પડેલા ભારે વરસાદ ના પગલે દાંતા ના પેથાપુર વીરબાવજી નદી આજે બંને કાંઠે વહેતી જાેવા મળી હતી લાંબા સમય થી સુકીભટ્ટ પડેલી નદી માં નવા નીર આવતા ગામ લોકો માં પણ ભારે ખુશી જાેવા મળી હતી ને નદી ના પાણી જાેવા પુલ ઉપર ભેગા થયા હતા જાેકે પેથાપુર પંથક માં પડેલા આ ભારે વરસાદ ના પગલે કેટલાક ખેતરો માં પાણી ભરાઈ જતા તળાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે વાવેતર કરેલું બિયરણ પણ તણાઈ ગયું હતું જેના કારણે ખેડૂતો માં દુઃખ ની લાગણી જાેવા મળી હતી ખેડૂતો ના મતે ખેતરો માં ભરાયેલા પાણી સુકાયા બાદ ૧૫ દિવસ પછી પાછું વાવેતર કરવું પડશે મહત્તમ ખેતરો માં મકાઈ અને મગફળી જેવા બિયારણો નું વાવેતર કરવામાં આવ્યું હતું પણ ભારે વરસાદ ના પગલે તમામ વાવેતર નિષ્ફળ ગયું છે જેને લઇ સરકાર સહાય કરે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે દાંતા માં પડેલા ભારે વરસાદ ના પગલે હાઇવે માર્ગ પર પણ ભારે પાણી ભરાયા હતા જેના કારણે વાહનચાલકો પણ પરેશાની ભોગવતા નજરે પડ્યા હતા જ્યારે કુંડેલ ગામ માં વીજળી પડતા ઍક ભેંસ નુ મોત નિપજ્યું હતું 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution