વડોદરા, તા.૨૮
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં વિરોધ કરતાં બેનર્સ લાગી રહ્યાં છે. ત્યારે રાવપુરા વિધાનસભામાં આવતો જમનાબાઈ હોસ્પિટલ પાછળના વિસ્તારના કેટલાક સ્થળે કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ કરતાં બેનર્સ લાગ્યાં છે.વડોદરાની ૧૦ બેઠકો પર તા.પમી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટેનું પ્રચાર હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. તમામ પક્ષો એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નહીં હોવાના આક્ષેપ સાથે રાજકીય પક્ષોનો વિરોધ કરતાં બેનરો લાગ્યાં છે. ત્યારે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વાડી, મોગલવાડા, સાલેરી બજાર વગેરે સ્થળે રાવપુરાના કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ કરતાં બેનરો લાગ્યાં છે. જાે કે, બેનરમાં કયા કારણોસર વિરોધ કરાઈ રહ્યો છે તેનો કોઈ ઉલ્લેખ કરાયો નથી, જેને લઈને વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ છે.