ઓગસ્ટ મહિનામાં ૧૩ દિવસ બેન્કો બંધ રહેશે



જુલાઈ મહિનો પૂરો થવાનો છે અને પાંચ દિવસ પછી ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. દર મહિનાની જેમ ઓગસ્ટ ૨૦૨૪ની શરૂઆત સાથે ઘણા મોટા નાણાકીય ફેરફારો જાેવા મળી રહ્યા છે, જ્યારે રક્ષાબંધન (ઇટ્ઠાજરટ્ઠ મ્ટ્ઠહઙ્ઘરટ્ઠહ), જન્માષ્ટમી (ત્નટ્ઠહદ્બટ્ઠજરંટ્ઠદ્બૈ) જેવા મોટા તહેવારોને કારણે બેન્કોમાં ઘણી રજાઓ (મ્ટ્ઠહા ૐર્ઙ્મૈઙ્ઘટ્ઠઅ ૈંહ છેખ્તેજં) આવવાની છે. ઓગસ્ટ મહિનામાં બેન્કો ૧૩ દિવસ બંધ રહેશે. આવી સ્થિતિમાં જાે તમારી પાસે બેન્ક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવું ફાયદાકારક રહેશે.

ઓગસ્ટ મહિનામાં ઘણા દિવસો બેન્કો બંધ રહેશે. આવી સ્થિતિમાં બેન્ક સંબંધિત કામ માટે ઘરેથી નીકળતા પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં) નું બેન્ક હોલિડે લિસ્ટ જાેઇ લેવું તમારા માટે ફાયદાકારક રહેશે. ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરની બેન્કો બંધ રહેવાની છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના અવસર પર પણ બેન્કો બંધ રહેશે. ઓગસ્ટમાં આવતી ૧૩ બેન્ક રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તેમજ સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે.ઓગસ્ટમાં રવિવાર અને બીજા-ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાના કારણે છ દિવસની રજા છે, જ્યારે દેશના વિવિધ રાજ્યોમાં તહેવારોને કારણે બેન્કો સાત દિવસ બંધ રહેશે. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર બેન્ક રજાઓ અંગેની યાદી અપલોડ કરવામાં આવી છે. તે સરળતાથી ઓનલાઈન જાેઈ શકાય છે. ચાલો એક નજર કરીએ ઓગસ્ટ મહિનામાં કયા દિવસો અને શા માટે બેન્ક રજાઓ જાહેર કરવામાં આવી છે.

બેન્કોમાં વારંવાર રજાઓના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ તમે રોકડ ઉપાડવા માટે બેન્કમાં રજાના દિવસે એટીએમનો ઉપયોગ કરી શકો છો. એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે તમે ેંઁૈં, નેટ બેંકિંગ અથવા મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો. નોંધનીય છે કે નેટ બેન્કિંગ સુવિધા ૨૪ઠ૭ કાર્યરત રહે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution