બાંગ્લાદેશે પાકિસ્તાનને ૧૦ વિકેટથી હરાવ્યું ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન સામે પ્રથમ જીત


રાવલપિંડી: બાંગ્લાદેશે ૩૦ રનના લક્ષ્યાંકનો આસાનીથી પીછો કરતા પાકિસ્તાન સામેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ૧૦ વિકેટથી ઐતિહાસિક જીત નોંધાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશનો પાકિસ્તાન સામે આ પ્રથમ વિજય હતો. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ વખત રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાનને હરાવ્યું હતું અને યજમાન ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સઈદ શકીલ (૧૪૧) અને મોહમ્મદ રિઝવાન (અણનમ ૧૭૧) વચ્ચેની ભાગીદારીને કારણે પાકિસ્તાને ૪૪૮/૬ના સ્કોર પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. બાંગ્લાદેશ તરફથી શોરીફુલ ઇસ્લામ અને હસન મહમૂદે બે-બે વિકેટ લીધી હતી. મેહદી અને શાકિબ અલ હસને એક-એક વિકેટ લીધી હતી. જવાબમાં બાંગ્લાદેશે વિકેટકીપર મુશ્ફિકુર રહીમના ૧૯૧ રનની ઇનિંગની મદદથી પ્રથમ દાવમાં કુલ ૫૬૫ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી લિટન દાસ, મેહદી હસન મિરાજ અને મોમિનુલ હકે અડધી સદી ફટકારી હતી. જ્યારે નસીમ શાહે ત્રણ વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશે પ્રથમ દાવમાં ૧૧૭ રનની લીડ મેળવી હતી. પ્રથમ દાવમાં બાંગ્લાદેશથી પાછળ પડ્યા બાદ પાકિસ્તાન બીજા દાવમાં ૧૪૬ રનમાં સમેટાઈ ગયું હતું. બાંગ્લાદેશ તરફથી મેહદી હસન મિરાજે ચાર વિકેટ ઝડપી હતી. પાકિસ્તાને બાંગ્લાદેશને ૩૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુલાકાતી ટીમે ૩૦ રનના ટાર્ગેટને એકપણ વિકેટ ગુમાવ્યા વિના સરળતાથી હાંસલ કરી લીધો હતો અને બાંગ્લાદેશે શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution