જામનગર-
ખૂદ બનેવીએ બીમાર બેનનને ઘરકામમાં મદદ માટે આવેલી સાળી પર બળાત્કાર ગુજારી પ્રેગ્નેન્ટ કરી દેતા ચકચાર મચી ગઈ છે. બનેવીએ કરેલા બળાત્કારથી સાળી આઠ મહિના ગર્ભવતી થઈ ગઈ છે. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.
જામનગરમાં રહેતી મોટી બહેન બીમાર હોવાથી નાની બહેન ઘરકામમાં મદદ કરવા માટે આવી હતી. પોતાના ઘરે આવેલી સાળી પર બનેવીએ નજર બગાડી હતી અને સાળીની ધાક-ધમકી આપીને બે-ત્રણ વાર તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.
જાેકે, આ પછી યુવતી માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી. દરમિયાન યુવતીને પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં હાજર તબીબે યુવતીને આઠ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ઘઈ હતી.
આ અંગે યુવતીએ સિટી એ ડિવિઝનમાં બનેવી સામે ફરિયાદ કરતાં પોલીસે આરોપી બનેવી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે કોવિડ ટેસ્ટ પછી આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.