વડોદરા શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે. વડોદરામાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જેને પગલે વડોદરા જિલ્લા તંત્ર સજ્જ થઇ ગયું છે. તાઉ-તે વાવાઝોડાની સંભાવનાના પગલે વડોદરા જિલ્લા કલેક્ટરે તંત્રના તમામ વિભાગો સાથે કરી ઓનલાઇન બેઠક કરીને સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં વડોદરા જિલ્લા કક્ષાએ તથા તમામ તાલુકા નિયંત્રણ કક્ષો સતત ચાલુ રાખવા અને કોવિડ હોસ્પિટલોનો વીજ પુરવઠો જળવાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા અને બેક અપની સુવિધા રાખવાની સૂચના આપી હતી.