બનાસકાંઠા: જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસચેરમેનની વરણી કરાઈ

પાલનપુર-

બનાસકાંઠા જિલ્લો મોટાભાગે ખેતી પર નિર્ભર જિલ્લો છે. તેથી ખેડૂતોને સંલગ્ન સંસ્થાઓ જિલ્લાના ખેડૂતો માટે અતિમહ્ત્વપૂર્ણ સાબિત થાય છે. જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લાનું સહુથી મોટી ખરીદ વેચાણ સહકારી સંઘ કાર્યરત છે, જેમાં ખેડૂતોને સરકારી ધારાધોરણ મુજબ બિયારણ તેમજ ખાતર પૂરું પાડવામાં આવે છે. આ સંસ્થા ખેડૂતોની જ હોવાથી તેનો તમામ વહીવટ પણ ખેડૂતો જ સાંભળતા હોય છે. દર પાંચ વર્ષે ખેડૂત સભાસદો ચૂંટણી દ્વારા પોતાનામાંથી 17 સભ્યોને ચૂંટી વહીવટ સોંપે છે. જે હેઠળ તાજેતરમાં થયેલ ચૂંટણીમાં 14 સભ્યો બિનહરીફ થયા હતાં,જ્યારે 3 સભ્યો વેપારી પેનલમાંથી ચૂંટાઈ આવ્યા હતાં. પાલનપુર પ્રાંત અધિકારી શિવરાજ ગિલવાની અધ્યક્ષતામાં જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ સભ્યોએ સર્વાનુમતે ચેરમેન પદે દેવજીભાઈ પટેલને ફરીથી ચૂંટી કાઢ્યાં હતાં. જ્યારે વાઇસ ચેરમેનની જવાબદારી ખેતાભાઈ દેસાઇને સોંપાઈ છે. બન્ને ચેરમેન વાઇસ ચેરમેનને ખેડૂતોએ ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution