માત્ર ખાવામાં જ નહીં પરંતુ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કેળા,આ રીતે બનાવો ફેસ માસ્ક

લોકસત્તા ડેસ્ક

ત્વચાને સ્વસ્થ રાખવા કેળા ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામિન, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સાથે જ ત્વચાને ફ્રી રેડિકલથી સુરક્ષિત રાખીને વૃદ્ધત્વના સંકેતોને રોકવામાં પણ મદદ કરો. કેળામાં રહેલું વિટામિન એ ત્વચા માટે ફાયદાકારક છે,તે ત્વચાના લચકને પરત લાવીને કોલેજનના ઉત્પાદનને વધારે છે.

કેળામાં રહેલા વિટામિન ઇ ત્વચા માટે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. કેળાથી બનાવેલ માસ્ક દ્વારા ચેહરા પર ગ્લો લાવી શકાય છે. ચાલો જાણીએ કેળાથી બનતા ફેસ માસ્ક વિશે, જે ચેહરા પર ગ્લો લાવવામાં મદદરૂપ છે.

કેળા - કેળામાં રહેલ વિટામિન ત્વચાને યુવા બનાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે, કેળા કાપીને મેશ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ સુધી ચેહરા પર લગાવી મૂકો. 15 મિનિટ પછી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો. 

કેળા અને મધ - કેળા અને મધથી બનેલ ફેસ માસ્ક ત્વચાને સ્વસ્થ રાખે છે. બેજાન ત્વચામાં ગ્લો લાવવા માટે કેળા અને મધ બંને લાભકારી હોય છે. તેનો ઉપયોગ કરવા માટે એક કેળાને કાપીને બ્લેંડ કરી લો. ત્યારબાદ તેમા 1 ચમચી મઘ મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. આ ઘટ્ટ પેસ્ટને 15 મિનિટ સુધી ચેહરા પર લગા રહેવા દો, ત્યારબાદ કુણા પાણીથી ચેહરો ધોઈ લો.

કેળા અને લીંબુનો રસ: કેળા અને લીંબુના રસથી બનેલા ફેસ માસ્ક પિમ્પલ્સને દૂર કરીને ત્વચાને સુધારે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક કેળા કાપી અને પેસ્ટ બનાવો, તેમાં 1 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કર્યા પછી, તેને ચહેરા પર 20 મિનિટ સુધી રાખો. તે પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. 

કેળા અને પ્રાકૃતિક તેલ: કેળા અને બદામનું તેલ ત્વચાને સુંદર બનાવવા માટે ખૂબ ફાયદાકારક છે. આ માટે કેળાને મેશ કરો અને તેમાં 1 ચમચી બદામ તેલ નાખો. હવે તેને ચહેરા પર લગાવો. 10-15 મિનિટ પછી ચહેરો ધોઈ લો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution