દમણ-
બર્ડ ફલૂની બિમારીને પ્રસરતી અટકાવવા માટે જિલ્લા કલેકટર રાકેશ મિન્હાસે એક જાહેરનામું પ્રસિધ્ધ કરીને કેટલાક આદેશો આપ્યા છે. જેમાં દમણની દરેક હોટલ સંચાલકોને ચિકનની વાનગી ગ્રાહકોને ન પીરસવા માટે સૂચન કર્યું છે. આ ઉપરાંત કલેક્ટરે ચિકન શોપના સંચાલકોએ ફ્રોઝન પોલ્ટ્રી આઇટમ ન રાખવા આદેશ કર્યા છે.
આ ઉપરાંત દમણમાં અન્ય રાજ્યના પોલ્ટ્રી ફાર્મ અને નોન પોલ્ટ્રી ફાર્મના પક્ષીઓને રાજ્યમાંથી લાવી શકાશે નહિ. દમણ પોલીસ અને RTO વિભાગે બોર્ડર અને ચેક પોઈન્ટ્સ ઉપર બંદોબસ્ત ગોઠવવા અને જિલ્લા પંચાયતના ચીફ ઓફિસર અને DMCના વેટર્નિટી ઓફિસરને ડેઇલી રીપોર્ટ કરવા માટેનો આદેશ પણ દમણ કલેકટર દ્વારા કરવામાં આવ્યો છે.