મુંબઇ-
5 ઓગસ્ટથી કોરોના સામે ઝઝૂમતા 74 વર્ષીય સિંગર એસ પી બાલાસુબ્રમણ્યમનું આજે એટલે કે 25 સપ્ટેમ્બરના રોજ થયું હતું. એસપી બોલિવૂડમાં સલમાન ખાનના અવાજ તરીકે જાણીતા છે.
દાયકા સુધી સલમાન માટે એકથી ચઢિયાતા એક ગીતો ગાયા હતા. 'મૈંને પ્યાર કિયા'ના ગીત 'દિલ દીવાના' માટે એસપીને ફિલ્મફેર બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો અવોર્ડ મળ્યો હતો. 'હમ આપકે હૈ કૌન'માં લતા મંગેશકર સાથે ગાયેલું ગીત 'દીદી તેરા..' આજે પણ સંગીત પ્રેમીઓની જીભે ચઢેલું છે. જે રીતે રાજેશ ખન્ના માટે કિશોર કુમાર ગીત ગાતા તે જ રીતે બોલિવૂડમાં એસપીએ સલમાન માટે ગીત ગાયા હતા.
બાલાસુબ્રમણ્યમની રોચક વાતો
- બાલાસુબ્રમણ્યમનો જન્મ 4 જૂન, 1946માં નેલ્લૌર, આંધ્ર પ્રદેશમાં થયો હતો. 15 ડિસેમ્બર, 1966માં તેમણે પ્લેબેક સિંગર તરીકે તેલુગુ ફિલ્મ 'શ્રી શ્રી શ્રી મર્યાદા રામન્ના'થી ડેબ્યૂ કર્યું હતું.
• એસપીને 1980માં આવેલી ફિલ્મ 'સંકરાભારનામ'થી આંતરરાષ્ટ્રીય ઓળખ મળી હતી. આ ફિલ્મ માટે તેમને પહેલો નેશનલ અવોર્ડ મળ્યો હતો.
• 50 વર્ષની સિંગિંગ કરિયરમાં એસપીએ તેલુગુ, તમિળ, કન્નડ, હિંદી તથા મલયાલમના અંદાજે 40 હજાર ગીતો ગાયા હતા.
• કન્નડ કમ્પોઝર ઉપેન્દ્ર કુમાર માટે એસપીએ 12 કલાકમાં 21 ગીત ગાયા હતા. આ જ કારણે તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું હતું. એક સમયે એસપી અનેક ભાષામાં 16-17 ગીતો એક દિવસમાં રેકોર્ડ કરતા હતા. ઘણીવાર તેઓ સતત 17 કલાક ગીત ગાતા હતા.
• બાલાસુબ્રમણ્યમે 1992માં એ આર રહેમાનની સાથે 'રોઝા'માં પહેલી જ વાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના ત્રણેય વર્ઝન માટે બાલાએ ગીત ગાયું હતું. ત્યારબાદ તેમણે ઘણી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.
• સિંગર હોવાની સાથે સાથે બાલાએ તમિળ, તેલુગુ, કન્નડ તથા હિંદી ભાષાની 40થી વધુ ફિલ્મમાં સંગીત ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
• 90ના દાયકામાં બાલા જ્યારે સિલ્વર સ્ક્રીન પર સલમાનનો અવાજ બની ચૂક્યા હતા ત્યારે તેમણે સિંગિંગ કરિયરમાંથી બ્રેક લીધો હતો અને ફૂલ ટાઈમ એક્ટિંગમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું હતું.
• તેમણે તમિળ, તેલુગુ, કન્નડ ભાષાની 72 ફિલ્મમાં કામ કર્યું હતું.
• 15 વર્ષના સિંગિંગ બ્રેક બાદ બાલાએ 2013માં સિંગર તરીકે ફિલ્મ 'ચેન્નાઈ એક્સપ્રેસ'નં ટાઈટલ સોંગ ગાયું હતું. આ ગીત શાહરૂખ ખાન પર પિક્ચરાઈઝેશન કરવામાં આવ્યું હતું.
• 2011માં તેમને પદ્મ ભૂષણ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.