બાલાસિનોર નગરપાલિકા પ્રમુખ- નોટરી વકીલ સહિત ૫ કોરોના પોઝિટિવ

બાલાસિનોર, તા.૨૮ 

મહિસાગર જિલ્લામાં છેલ્લાં કેટલાય દિવસોથી કોરોનાની મહામારીએ રફતાર પકડી છે. તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં હોવા છતાં પણ કોરોનાના કેસો સતત વધારો થઈ રહ્યો છે. આજે બાલાસિનોર નગરમાં નગરપાલિકા પ્રમુખ, નોટરી વકીલ સહિત ૫ નવાં કેસ નોંધાયા છે, જ્યારે બાલાસિનોર સહિત જિલ્લામાં ૧૯ નવાં કેસોનો ઉમેરો થયો છે. બાલાસિનોર સહિત જિલ્લામાં ૩નાં

મૃત્યુ થતાં બાલાસિનોર શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મહિસાગર જિલ્લામાં કોરોના ૨૪ને ભરખી ગયો

મહિસાગર જિલ્લામાં બાલાસિનોર સહિત કોરોના વાઇરસ ૨૪ વ્યક્તિઓને ભરખી ગયો છે. દિવસે દિવસે સંક્રમણ વધી રહ્યું હોવાતી લોકોમાં ફફડાટ છે. એક બાદ એક મૃત્યુ થતાં સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો છે. તંત્રમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે.

૧૭ દર્દીએ કોરોનાને હરાવ્યો

રોજેરોજ વધતાં કેસની સામે આજરોજ મહીસાગર જિલ્લામાંથી કોરોનાને મહાત આપી ૧૭ દર્દી ઘરે પરત ફર્યાં હતાં. ૧૯ કેસની સામે ૧૭ દર્દી સ્વસ્થ થતાં થોડી આશા બંધાઈ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution