અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ રિલીઝ પહેલાં ખૂબ લાઇમલાઇટમાં રહે છે. ફિલ્મએ એડવાન્સ બુકિંગમાં ધમાલ મચાવી દીધી છે. મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થાય એ પહેલાં એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયુ છે. ‘બડે મિયાં છોટે મિયાં’ની ટિકિટોનું એડવાન્સ બુકિંગ બહુ ઝડપથી થઇ રહ્યુ છે. આ વચ્ચે એડવાન્સ બુકિંગના પહેલાં દિવસનું કલેક્શન સામે આવ્યુ છે. આ કલેક્શન જોતા સ્પષ્ટ રીતે એવુ લાગી રહ્યુ છે કે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ પહેલાં દિવસે જબરજસ્ત કમાણી કરશે.સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર અલી અબ્બાસ જફર દ્રારા ર્નિદેશિત ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના એડવાન્સ બુકિંગના પહેલાં દિવસે ૧૨૦૦૦ થી વધારે ટિકિટ વેચીને લાખો રૂપિયાની કમાણી કરી લીધી છે. ૧૦ એપ્રિલના રોજ મોટા પડદા પર મુવી રિલીઝ થાય ત્યારે તમે પહેલી વાર અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફને એક્શન કરતા સાથે જોઇ શકશઓ. ૧૨ હજાર ટિકિટોના વેચાણની સાથે ફિલ્મએ પહેલાં જ બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મ હોવાની હિન્ટ આપી દીધી છે.