લોકસત્તા ડેસ્ક
ફાસ્ટ એન્ડ ફયુરિયસ સિરીઝના પ્રશંસકો માટે ખરાબ સમાચાર છે. યુનિવર્સલ પિક્ચર્સે બુધવારે શ્રેણી બંધ કરવાનો નિર્ણય લીધો છે.વૈરાઇટીના રિપોર્ટ પ્રમાણે 11 મી ફિલ્મ બાદ આ સિરીઝનો અંત આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જસ્ટિન લિન પણ તેના છેલ્લા બે ભાગનો એક ભાગ બનશે.
કોરોના વાયરસના કારણે આવતા વર્ષે ફાસ્ટ અને ફ્યુરિયસ 9 રિલીઝ થવાનું છે. જસ્ટિન લિન અત્યાર સુધી શ્રેણીની ચાર ફિલ્મોનું નિર્દેશન કર્યુ છે. આ બધી શ્રેણીએ ભારતના દર્શકોમાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે. લીને અગાઉ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ: 'ટોક્યો ડ્રિફ્ટ', 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ (એફ 5)' અને 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 6' નું નિર્દેશન પણ કર્યું છે. તમને જણાવી દઈએ કે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફ્રેન્ચાઇઝની પાછલી ફિલ્મે બોક્સ ઓફિસ પર મોટી છાપ ઉભી કરી હતી.આ ફિલ્મમાં વિન ડીઝલ ઉપરાંત મિશેલ રોડ્રિગ્ઝ, જોરાદાના બ્રુઉસ્ટર, ટાયરિસ ગિબ્સન અને લુડાસિસ પણ છે.