10, એપ્રીલ 2025
વોશિંગ્ટન |
અમેરિકાએ ટેરિફ લાદતા અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર શરૂ
અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર યુદ્ધે એક નવો વળાંક લીધો છે. અમેરિકાએ ચીનથી આયાત થતાં સામાન પર ૧૨૫ ટકા ટેક્સ લાદ્યો છે. વળી, ચીને અમેરિકન ઉત્પાદનો પર જવાબી કાર્યવાહી કરતાં ૮૪ ટકા ટેરિફ લગાવ્યો છે. આ વધતા તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગના વખાણ કરી લોકોને ચોંકાવ્યા છે. જેના કારણે ચીનની કાર્યવાહીથી ગભરાઇ હવે, અમેરિકા બેકફૂટ પર આવ્યું હોવાની ચર્ચાએ જાેર પકડયું છે.
જિનપિંગ દુનિયાના સૌથી સમજદાર વ્યક્તિ : ટ્રમ્પ
વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે આયોજીત એક પત્રકાર પરષિદમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગને દુનિયાના સૌથી સમજદાર વ્યક્તિમાંથી એક ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, શી જિનપિંગ એક સ્માર્ટ વ્યક્તિ છે, અમે એમની સાથે સારા કરારો કરીશું. તે જાણે છેકે શું કરવાનું છે અને તે પોતાના દેશને ખૂબ પ્રેમ કરે છે. સાથે ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, તે શી જિનપિંગ સાથે વાટાઘાટો માટે તૈયાર છે અને ચીન દ્વારા અમેરિકાનો ફાયદો નથી ઉઠાવાતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, અમેરિકામાં રોકાણ કરવું સૌથી શ્રેષ્ઠ રોકાણ હશે. કોઈપણ સમયે આપણને ચીનથી કૉલ આવી શકે છે અને વાટાઘાટો શરૂ થશે.
અમેરિકા બ્લેકમેઇલ કરે છે : ચીન
ટ્રમ્પ દ્વારા ૯૦ દિવસ માટે વિશ્વના તમામ દેશો પર લાગેલા ટેરિફને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. પરંતુ, ચીનને તેમાથી બહાર રાખવામાં આવ્યું છે. ચીને જવાબી કાર્યવાહી કરતા અમેરિકાના ૮૪ ટકા ટેક્સનો લગાવ્યો છે. ચીને કહ્યું હતું કે, અમેરિકા દ્વારા કરવામાં આવેલી રહેલી કાર્યવાહી એક પ્રકારનું બ્લેકમેલિંગ છે. ચીની વાણિજ્ય મંત્રાલયે તીખા શબ્દોમાં કહ્યું હતું કે, અમેરિકાનું આ પગલું પોતાની સૌથી મોટી ભૂલ છે. જાે અમેરિકા પોતાના રસ્તા પર અડગ રહ્યું તો ચીન પણ છેલ્લે સુધી લડી લેશે.