મંત્રીઓ પછી બાબુઓનો વારો, મંત્રી બાદ અધિકારીઓ પર તોળાતી ટ્રાન્સફરની તલવાર

ગાંધીનગર-

માં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની સંપૂર્ણ ફેરબદલ કર્યા પછી, ગાંધીનગરમા મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીઓને પણ દૂર કરવામાં આવ્યા બાદ હવે રાજ્યની અમલદારશાહીમાં આગામી પખવાડિયામાં મોટો ફેરબદલ થવાની સંભાવના અંગે મજબૂત ચર્ચા કરવામાં આવી રહી છે. હાલમાં, રાજ્યના સીનિયર બાબુઓ જેવા કે વિજય રૂપાણીના સીએમઓમાં એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ દાસ, મુખ્યમંત્રીના સેક્રેટરી અશ્વિની કુમારના, અને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડીએચ શાહ તેમના સ્થાને નવા અધિકારીઓની નિમણૂક થયા બાદ પોતાને ક્યાં નિયમિત પોસ્ટિંગ મળશે તેની રાહ જાેઈ રહ્યા છે. આ ઉપરાંત પંકજ જાેશીને સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા એસીએસ બનાવવામાં આવ્યા બાદ સરકારે નાણાં વિભાગમાં નવા એસીએસની નિમણૂક પણ કરવી પડશે. તેમજ અત્યાર સુધી જાેશી ભરૂચ સ્થિત જીએનએફસીનો વધારાનો હવાલો સંભાળી રહ્યા છે અને તેમાંથી પણ તેમને રાહત આપવામાં આવશે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત મુખ્યમંત્રીના સચિવ તરીકે નિમણૂક પામેલા ગુજરાત મેરીટાઇમ બોર્ડના સીઇઓ અવંતિકા સિંહ કદાચ બોર્ડનો વધારાનો ચાર્જ સંભાળી શકે છે. આ બાબતે સમગ્ર ડેવલોપમેન્ટ અંગે જાણકારી રાખનારા સૂત્રોએ જણાવ્યું હતું કે, “તમામ મંત્રીઓને પડતા મૂકીને ભાજપ હાઇકમાન્ડે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે તેઓ એડમિનિસ્ટ્રેશનમાં એકદમ નવીનતા લાવવા માંગે છે. ઘણા પ્રધાનોએ તેમના વિભાગના સચિવો સાથે અનુકૂળ સંબંધો વિકસાવ્યા હતા. ત્યારે મંત્રીઓમાં ફેરફારની સાથે સાથે હવે બ્યુરોક્રસીમાં પણ મોટાપાયે ફેરફાર થવાની શક્યતા છે. ખાસ કરીને જુલાઈમાં કરવામાં આવેલા ફેરબદલમાં અસરગ્રસ્ત મોટાભાગના ટ્રાન્સફરને આની અસર થવાની સંભાવના છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution