બાત સેલિબ્રિટીઝ કી શાદીઓં કી

સેલિબ્રિટીના લગ્ન એટલે એક એવો પ્રસંગ હોય છે કે જેની રજેરજની માહિતી મેળવવા તેમના ફેન્સ આતુર હોય છે. તે કઈ સાડી પહેરે છે, તેનો રંગ કેવો છે ત્યાંથી માંડીને તેમણે કેવા ઠાઠમાઠથી લગ્ન કર્યા અને કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો, તે બધી જ ઝીણામાં ઝીણી વિગતો ટીવી અને સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એવું નથી કે બધી જ સેલિબ્રિટી ધામધુમથી ભપકાદાર રીતે જ લગ્ન કરે છે. ઘણાં તેને અંગત પ્રસંગ માનીને સાદાઈથી પણ ઉજવે છે. પરંતુ તેમના ચાહકો માટે તો તેમના લગ્નનો પ્રસંગ હંમેશા હોટ ફેવરીટ બની રહે છે. ઘણી સેલિબ્રિટીના લગ્ન પ્રિ-વેડીંગથી શરૂ કરીને મહિનાઓના મહિનાઓ સુધી અનેક પ્રોગ્રામ્સથી ભરપુર હોય છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ફરી એકવાર સાસુ અને સસરા બનવા જઈ રહ્યા છે. અંબાણી પરિવારના નાના પુત્ર અનંતના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. આ કપલના લગ્નના ફંક્શન છેલ્લા ચાર મહિનાથી ચાલી રહ્યા છે. માત્ર અંબાણી પરિવાર જ નહીં, આ પહેલા પણ ઘણા સેલેબ્સના લગ્નના ફંક્શન મહિનાઓ સુધી ચાલ્યા છે અને ખુબ જ ચર્ચામાં રહ્યા છે.


પ્રિયંકા ચોપરા અને નિક જાેનાસ

આ યાદીમાં પ્રિયંકા ચોપરા અને નિક જાેનાસનું નામ પણ સામેલ છે. ઉદયપુરના ઉમેદભવન પેલેસમાં ૧ અને ૨ ડિસેમ્બર,૨૦૧૮ના રોજ આ કપલે ભવ્ય લગ્ન કર્યા હતાં. લગ્ન પછી, કપલે ૪ મોટા રિસેપ્શનનું આયોજન કર્યુ હતું, જેમાં દિલ્હી, મુંબઈ અને અમેરિકા સામેલ હતાં. આ કપલના લગ્નની ચર્ચા મહિનાઓ સુધી ચાલતી હતી.


અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

લગ્ન સ્થળને લઈને લાંબા સસ્પેન્સ બાદ અભિનેત્રી અનુષ્કા શર્માએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે ઈટાલીમાં લગ્ન કર્યા. પરત આવ્યા બાદ બંનેએ દિલ્હી અને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટીઓનું આયોજન કર્યુ હતું. આ કપલના લગ્નની ઉજવણી ઇટાલી અને ભારતમાં લગભગ એક અઠવાડિયા સુધી ચાલી હતી.


સોનમ કપૂર અને આનંદ આહુજા

બોલીવુડ ફેશન ક્વીન તરીકે પ્રખ્યાત અભિનેત્રી સોનમ કપૂરે ૮ મે ૨૦૧૮ના રોજ તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા. અભિનેત્રીના લગ્નના ફંક્શન અનિલ કપૂરના બંગલા અને સોનમની માસીના બંગલામાં યોજાયાં હતાં. લગ્ન બાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી.


પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન પણ ઘણા સમયથી ચર્ચામાં હતાં. શરૂઆતમાં બંનેએ ન તો તેની પુષ્ટિ કરી કે ન તો નકારી કાઢી. ગયા વર્ષે ૨૪ સપ્ટેમ્બરે પરિણીતી અને રાઘવે ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી સાત ફેરા ફરી લગ્ન કરી લીધાં હતાં. આ પહેલા પ્રી-વેડિંગ ફંક્શન દિલ્હીમાં યોજાયાં હતાં.

બોલિવૂડ સેલિબ્રિટીઝના લગ્ન તેમના ફેન ફોલોઈંગના કારણે લાંબા સમયથી સમાચારમાં રહે છે. લગ્નના કાર્ડથી લઈને લગ્નની વિધિઓ, વર-કન્યાના પોશાક અને ગેસ્ટ લિસ્ટ પર પણ ચાહકો તેમની નજર રાખે છે. જાે કે, એવા ઘણા લગ્ન છે જે કોઈપણ ધામધૂમ વગર અને સાદગી સાથે થયા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution