આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાએ મહિલાઓના બદલાતા જીવનને ઉજાગર કરતી ફિલ્મ બનાવી

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે ડાયરેક્શનની દુનિયામાં આવવાની તૈયારી કરી લીધી છે. તાહિરાએ મહિલાઓના બદલાતા જીવનને ઉજાગર કરતી ફિલ્મ બનાવી છે, જેનું નામ ‘શર્મા જી કી બેટી’ છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું મહિલાઓનું જીવન ઘણા ઉતાર-ચઢાવથી બનેલું હોય છે અને ફિલ્મ મેકર્સે તેના પર ઘણું સંશોધન કર્યું છે. વિવિધ પ્રકારની વાર્તાઓને નવા દોરમાં વણી લેવામાં આવી છે. કેટલીકવાર તે ખૂબ જ રસપ્રદ રીતે બહાર આવે છે. ક્યારેક તે નિરાશ પણ કરે છે. આ વખતે બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે આ પ્રયાસ કર્યાે છે. તાહિરાએ મહિલાઓના બદલાતા જીવનને ઉજાગર કરતી ફિલ્મ બનાવી છે, જેનું નામ ‘શર્મા જી કી બેટી’ છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. ટ્રેલર જુઓ, ‘શર્માજી કી બેટી’ની વાર્તા ત્રણ મહિલાઓની આસપાસ ફરે છે. જેમાં સાક્ષી તંવર, દિવ્યા દત્તા અને સૈયામી ખેરનો સમાવેશ થાય છે. ત્રણેય, કોઈને કોઈ રીતે, તેમના જીવન અને અસ્તિત્વના બદલાતા સમયની શોધખોળ કરી રહ્યા છે. સાક્ષી એક મધ્યમ વર્ગની શિક્ષિકા છે, જે તેની કિશોરવયની પુત્રીમાં થઈ રહેલા ફેરફારોને સમજવામાં પણ અસમર્થ છે. જ્યારે દિવ્યા તેના પતિ સાથે પટિયાલાથી મુંબઈ શિફ્ટ થઈ ગઈ છે, પરંતુ તે ઝડપથી ચાલતી દુનિયાની સાથે તેના પતિના બદલાતા મૂડને સ્વીકારવામાં સક્ષમ નથી. ત્રીજી વ્યક્તિ છે સૈયામી જે એક ક્રિકેટર છે પરંતુ હજુ પણ પોતાની ઓળખ શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉતાર-ચઢાવ પછી આ ત્રણેયની જિંદગી કેવો નવો આકાર લેશે તે જાેવું રસપ્રદ રહેશે. ટ્રેલર પેજ પર શેર કરવામાં આવ્યું હતું. આ જાેઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. દરેક વ્યક્તિ કાસ્ટ અને ટ્રેલરની કોમેન્ટ અને વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મનું ર્નિદેશન પણ તાહિરા કશ્યપે કર્યું છે. તે ૨૮ જૂને એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution