વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતા પછી વડોદરાની પરિસ્થિતિ બગડતાં રાજ્યના બે મંત્રીઓ બુધવારે દોડી આવ્યાં હતાં. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગ મંત્રી જગદિશ વિશ્વકર્માને શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, ધારાસભ્ય કેયુર રોકડિયા, ચેરમેન ડો.શિતલ મિસ્ત્રી એક ડમ્પરમાં બેસાડીને નીકળ્યાં હતાં. તે વખતે ડમ્પર સર્કિટહાઉસમાં પ્રવેશી રહ્યું હતું એવાં ટાણે ગેટ આવતાં સત્તા-સંગઠન અને મંત્રીઓએ પોતાને બચાવવા માટે રીતસર ચત્તાપાટ સૂઈ જવાની નોબત આવી હતી. તસવીરોઃ કેયુર ભાટિયા