મેલબોર્ન
જાપાનની નાઓમી ઓસાકા અને વર્લ્ડ રેન્કિંગમાં બીજા સ્થાને રહેલી રોમાનિયાની સિમોના હાલેપ વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પોતપોતાની મેચ જીતી બુધવારે ત્રીજા રાઉન્ડમાં પહોંચી હતી. બીજા રાઉન્ડમાં ઓસાકાનો સામનો ફ્રાન્સની કેરોલિન ગાર્સિઆ સાથે થયો હતો. ઓસાકાએ માત્ર એક કલાક અને એક મિનિટ ચાલેલી મેચમાં ગાર્સિયાને ૬-૨,૬-૩ થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પહોંચી હતી. ઓસાકાનો મુકાબલો ત્રીજા રાઉન્ડમાં ટ્યુનિશિયાની જન્સ જાબેર સામે થશે.
બીજા નંબરની હાલેપે મહિલા સિંગલ્સ માં ઓસ્ટ્રેલિયાની આગલા ટોમજોનોવિચને બે કલાક અને ૩૪ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૪-૬, ૬-૪, ૭-૫થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. હાલેપનો મુકાબલો ત્રીજા રાઉન્ડમાં રશિયાની વેરોનિકા કુડરમેટોવા સામે થશે.
તોમાજાનોવિચે પ્રથમ સેટ હાલેપને હરાવ્યો, પરંતુ છેલ્લા બે સેટમાં હાલેપે મજબૂત વાપસી કરી અને બીજો અને ત્રીજો સેટ ત્રીજા જીતીને રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો.