ઓસ્ટ્રેલિયાએ કટ્ટર હરીફ ઈંગ્લેન્ડને 36 રને હરાવ્યું : એડમ ઝમ્પા પ્લેયર ઓફ ધ મેચ



નવી દિલ્હી:  T20 વર્લ્ડકપમાં શનિવારે બે કટ્ટર હરીફ ટીમો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 36 રને હરાવીને શાનદાર જીત હાંસલ કરી છે. આ સાથે કાંગારુઓએ આ મેચમાં કંઈક એવું કર્યું જે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી કોઈએ કર્યું નથી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ સ્કોર બોર્ડ પર 201 રન બનાવ્યા હતા. જે આ વર્ષે વર્લ્ડકપ 2024ની 17મી મેચમાં આવી છે. જેને ચાહકો આતુર હતા. ઓસ્ટ્રેલિયા આ વર્ષે 200થી વધુ સ્કોર કરનારી પ્રથમ ટીમ બની છે. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 165 રન જ બનાવી શકી હતી અને 36 રનથી મેચ હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી લગભગ તમામ બેટ્સમેનોએ યોગદાન આપ્યું હતું. ઓપનર ટ્રેવિસ હેડે 18 બોલમાં 34 રન જ્યારે ડેવિડ વોર્નરે 16 બોલમાં 39 રન બનાવ્યા હતા. કેપ્ટન મિચેલ માર્શે 25 બોલમાં 35 રન, ગ્લેન મેક્સવેલે 25 બોલમાં 28 રન બનાવ્યા હતા. છેલ્લી મેચમાં અડધી સદી ફટકારનાર માર્કસ સ્ટોઈનિસે 17 બોલમાં 30 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 202 રનના લક્ષ્યનો પીછો કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમને ખૂબ જ સારી શરૂઆત મળી હતી. ઈંગ્લિશ ટીમની પહેલી વિકેટ 73ના સ્કોર પર પડી હતી. ફિલ સોલ્ટ 37 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય કેપ્ટન જોસ બટલરે પણ 42 રનની ઇનિંગ રમી હતી અને તે પોતાની અડધી સદી પૂરી કરી શક્યો નહોતો. આ બંને બેટ્સમેનના આઉટ થયા બાદ ટીમ લપસી ગઈ અને લક્ષ્ય સુધી પહોંચી શકી નહીં. વિલ જેક 10, જોની બેયરસ્ટો 7, મોઈન અલી 25 રન બનાવી શક્યા હતા બંને ટીમના બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો એડમ ઝમ્પા અને પેટ કમિન્સે 2-2 વિકેટ લીધી હતી. એડમ ઝમ્પાને તેના પ્રદર્શનના આધારે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. જોશ હેઝલવુડ અને માર્કસ સ્ટોઇનિસે એક-એક વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને સૌથી વધુ એક-એક વિકેટ લીધી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution