પાકિસ્તાનમાં સરકારની ટીકા કરનારા પર દમનશાહી ચલાવી અવાજ દબાવી દેવાની કોશીશો

અમેરિકન પત્રકાર રેયાન ગ્રિમની ન્યૂઝ વેબસાઇટ પર એક ઓડિયો એનિમેશન વિડીયો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં, કાળા વસ્ત્રોમાં સજ્જ અડધા ડઝન લોકો દ્વારા એક વ્યક્તિનું અપહરણ કરીને જેલની કોટડીમાં લઈ જવામાં આવે છે. આ માણસનો ભાઈ, જેનું નામ સલમાન છે અને ઓસ્ટ્રેલિયા રહે છે, તેના પર આ માણસના ફોન પરથી ફોન આવે છે. પરંતુ કોલ ક્યાંક રેકોર્ડ થતા હોય છે.

ફોન કરનાર પાકિસ્તાની આર્મીનો ઓફિસર હતો. તે કહે છે કે તમે સમજી ગયા હશો કે તમારો ભાઈ અમારી સાથે છે, હું તેના ફોન પરથી ફોન કરું છું. જ્યારે તમે ઓસ્ટ્રેલિયન નાગરિકતા લઈ લીધી છે અને પાકિસ્તાન છોડી દીધું છે, તો પાકિસ્તાનના મામલામાં દખલ કરવાનું બંધ કરો. પછી તે પૂછે છે કે તમે સિટીઝન પોર્ટલ શા માટે ચલાવો છો, આ નંબર પર ટિ્‌વટર પરના તમારા એકાઉન્ટનો યુઝર અને પાસવર્ડ મોકલો. તે તમામ ટ્‌વીટ ડીલીટ કરો અને ૩૦ દિવસ માટે ઈમરાન ખાન વિશે પોસ્ટ કરવાનું બંધ કરો. જ્યારે સલમાને આવું કરવાની ના પાડી તો તેણે તેના ભાઈને ખૂબ માર માર્યો અને ફોન પર અવાજ ચાલુ રાખવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી. તેણે કહ્યું કે જાે તેના ભાઈને કંઈ થશે તો તે જવાબદાર રહેશોે.

સલમાનને ફરી એક ફોન આવ્યો. જેમાં તેને તેના ભાઈ સાથે વાત કરવામાં આવે છે. તેનો ભાઈ કહે છે કે તમારે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ અભિયાન બંધ કરવું જાેઈએ. કશું લખશો નહીં. સલમાન તેના ભાઈને વચન આપે છે. આ પછી અધિકારી ફોન લઈને વાત કરે છે. તેણે સલમાનને પૂછ્યું કે તમે ટિ્‌વટરનો યુઝર-પાસવર્ડ નથી મોકલ્યો. આ કરો, મારા ભાઈનું અપહરણ કરવામાં આવ્યું છે એવું તમે લખ્યું છે તે ટિ્‌વટ કાઢી નાખો.

ત્યાર બાદ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. પછી તે તેના ભાઈને તેની મુક્તિ માટેની શરતો કહે છે. ઘણી વાતચીત પછી, સલમાને ટ્‌વીટ ડિલીટ કરી અને તેના ભાઈને તેના ઘરે લઈ જવામાં આવ્યો. કોલ કરનાર અધિકારીએ તેનું નામ હમઝા હોવાનું જણાવ્યું હતું.

ઈમરાનખાન સમર્થકોના સરકાર વિરોધી અવાજને દબાવવા માટે પાકિસ્તાનમાં કેવી કેવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે તેનું આ ઓડિયો ઉદાહરણ છે. આ ઓડિયોમાં સલમાન કહે છે કે પાકિસ્તાનના લાખો લોકો વિદેશમાં રહે છે, તમે કોનો અવાજ દબાવશો?

પાકિસ્તાની વ્યંગકાર અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ ઓન અલી ખોસાનું પણ કથિત રીતે 'અજાણ્યા’ માસ્ક પહેરેલા માણસો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ખોસાએ સરકારની આર્થિક નીતિઓની ટીકા કરતું વ્યંગાત્મક ગીત રજૂ કર્યું હતું. આ પછી તેને ગાયબ કરી દેવામાં આવ્યો હતો. લાહોર હાઈકોર્ટમાં તેના અપહરણ અંગેની અરજીની સુનાવણી થવાની હતી તેના એક દિવસ પહેલા જ તે પરત આવ્યો હતો.

પાકિસ્તાનમાં મુખ્ય વિરોધ પક્ષ, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી(પીટીઆઈ)ના સમર્થકોને કેવી રીતે કચડી નાખવામાં આવે છે તે અંગે ઘણા ઉદાહરણો છે. ૯ મે, ૨૦૨૩ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ પછી, પાકિસ્તાનની પ્રજામાં આક્રોશની અભૂતપૂર્વ લહેર વ્યાપી ગઈ છે, જેના રોષનું કેન્દ્ર મુખ્યત્વે દેશની સૌથી શક્તિશાળી સંસ્થા સૈન્ય છે.

ઈમરાનખાનની ધરપકડ બાદ હજારો વિરોધીઓ અને અસંતુષ્ટોની ધરપકડ કરવામાં આવી હતી અને આતંકવાદ વિરોધી અધિનિયમ, મેઇન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર ઓર્ડિનન્સ અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ સહિત અનેક કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. –તંત્રી

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution