કાલાવડમાં RSSના વરિષ્ઠ આગેવાન ઉપર હુમલાનો પ્રયાસ, પૂનમ માડમ દોડ્યા

જામનગર-

જામનગર જીલ્લાના કાલાવડમાં આરએસએસના વરિષ્ઠ આગેવાન એવા ભાનુભાઈ પુરુષોત્તમભાઈ પટેલ (ભાનુદાદા) પર હુમલાનો પ્રયાસ થતા જ સનસનાટી મચી જવા પામી છે. આ ઘટનામાં બે અજાણ્યા શખ્સોએ સંઘની શાખા બહાર ભાનુભાઈ સાથે ગેરવર્તન કર્યા બાદ ધક્કો માર્યો હતો અને હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ કાલાવડ પોલીસ સ્ટેશને ૨૦૦થી વધુ કાર્યકરો – સ્વયં સેવકો ઉમટી પડ્યા હતા એટલું જ નહીં, સાંસદ પૂનમબેન માડમ પણ કાલાવડ દોડી આવ્યા હતા. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, કાલાવડમાં ડૉ.ગોહિલ સાહેબની હોસ્પિટલ સામે આવેલ હનુમાનજી મંદિરના મેદાનમાં ભાનુભાઈ પટેલ, હિરેન આશરા, મિહિર શુક્લા, તરુણ ચૌહાણ પહોંચ્યા હતા અને નિત્યક્રમ મુજબ ત્યાંથી પસાર થતા હતા,

ત્યારે મેદાનમાં હનુમાનજી મંદિર પાસે આસિફ બાનવા અને શિરાજ સંધી નામના બે વ્યક્તિ સિગારેટ ફૂંકતા હતાં. ધાર્મિક સ્થળે સિગારેટ ન ફૂંકવાનું કહેતા અને ત્યાંથી જતા રહેવાનું કહેતા આસિફ જગ્યા છોડીને ચાલ્યો ગયો, હતો, પરંતુ સિરાજે તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને ભાનુ દાદાએ તેમને સમજાવવાનો પ્રયાસ કરતા તેમને ધક્કો મારી નીચે પછાડ્યા હતા, એટલું જ નહીં, તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાની જાણ કાલાવડથી જામનગર અને જામનગરથી છેક ગાંધીનગર સુધી થઇ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

આ ઘટનાને પગલે કાલાવડમાં આરએસએસ અને સ્થાનિક ભાજપનાં કાર્યકરો એકત્ર થઇ ગયા હતા અને દાદાને સારવાર અર્થે ખસેડાયા હતા, હવે તેઓ તેમના નિવાસસ્થાને છે. આ બનાવના પગલે પોલીસે ગણતરીની કલાકોમાં જ બન્ને શખ્સોની અટકાયત કરી હતી. હાલ કાલાવડ શહેરમાં 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution