આગ્રા-
તાજ નગરી આગ્રામાં કર્ફ્યૂનું પાલન કરાવી રહેલી પોલીસ ટીમ પર હુમલો થયો છે. હુમલામાં એક સબ ઇન્પેત ક્ટર ઘાયલ થયા છે. સમગ્ર મામલામાં ફાઉન્રીદા નગર ચોકીના ઇન્ચાર્જ વિનીત રાણા પોતાની ટીમની સાથે પગપાળા પેટ્રોલિંગ કરીને કર્ફ્યૂનું પાલન કરાવી રહ્યા હતા.
પેટ્રોલિંગ દરમિયાન રસ્તામાં એક દુકાન ખુલ્લી જાેવા મળી હતી. પોલીસકર્મીઓએ દુકાન બંધ કરવા માટે કહ્યું તો તે સમયે દુકાન બંધ કરી દેવામાં આવી. પોલીસ ટીમ પેટ્રોલિંગ કરીને પરત આવી તો દુકાન ફરીથી ખુલ્લી જાેવા મળી હતી. ત્યારબાદ પોલીસ ટીમે ફરીથી દુકાન બંધ કરવા માટે કહ્યું. આ વાતને લઇ દુકાન પર બેઠેલા લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી ગયા. જે મકાનમાં દુકાન હતી તે મકાનથી મહિલાઓ પણ બહાર આવવા લાગી. આરોપ છે કે આ મહિલાઓ પુરૂષોની સાથે મળી પોલીસ પર હાવી થઈ ગઈ અને પોલીસ પર હુમલો કરી દીધો. મહિલાઓએ સબ ઇન્પેપણક્ટર વિનીત રાણાનો યૂનિફોર્મ પણ ફાડી દીધો. મહિલાઓ પોલીસ ટીમ પર તૂટી પડી જેમાં સબ ઇન્પેે્ક્ટર વિનીત રાણાને ઈજાઓ થઈ છે. પોલીસ પર થયેલા આ હુમલાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાેકે, આ મામલામાં પોલીસના ઉચ્ચ અધિકારી એક્ટિવ થયા છે. એસપી સિટી રોહન પી. બોત્રેએ જણાવ્યું કે કોરોનાને લઈને કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે અને મહામારીને ધ્યાને લઈ કર્ફ્યૂનું પાલન કરાવવામાં આવી રહ્યું હતું. પોલીસ ટીમ પર હુમલો થયો અને જે લોકોએ આ હુમલો કર્યો છે તેમની વિરુદ્ધ કેસ નોંધીને કડક એક્શન લેવામાં આવશે. નોંધનીય છે કે આગ્રામાં હાલના દિવસોમાં અપરાધની ઘટનાઓ વધી ગઈ છે.