દિલ્હી-
ભારતનો આત્મા આંધળા રાજકારણમાં ખોવાઈ ગયો- ધી ગાર્ડિયન, ભારતીય મતદારોએ લાંબા અને ભયંકર સપનાની પસંદગી કરી- ધી ન્યૂયોર્ક ટાઈમ્સ
આ એ હેડલાઇન્સ છે, જ્યારે મોદી ૨૦૧૯માં ફરી વડાપ્રધાન બન્યા હતા. દુનિયાના ટોપ મીડિયા હાઉસમાં નરેન્દ્ર મોદીની જીતને કંઈક આ રીતે રજૂ કરવામાં આવી હતી. બે વર્ષ પછી એટલે કે મે ૨૦૨૧માં વિદેશી મીડિયાના પ્રહાર થોડા વધારે જ વધી ગયા છે. કોરોનાની બીજી લહેરમાં સરકાર નિષ્ફળ ગઈ તો વિદેશી મીડિયાએ સત્યને ખૂલીને રજૂ કર્યું. તાજેતરમાં જ ફ્રાન્સના ન્યૂઝપેપર લે મોંડેનું છે. તો આવા અમુક પોઈન્ટ્સથી જાણીએ કે આ ન્યૂઝપેપરે તેમના એડિટોરિયલમાં દેશની કેન્દ્ર સરકાર વિશે શું લખ્યું છે.
રોજ ૩.૫ લાખ નવા કોરોનાના દર્દી અને ૨૦૦૦થી વધારેનાં મોત. આ સ્થિતિ ભયંકર વાયરસને કારણે થઈ છે, પરંતુ એની પાછળ વડાપ્રધાનનું અભિમાન, મોટી મોટી વાતો અને નબળું પ્લાનિંગ છે.સમગ્ર દુનિયામાં વેક્સિન નિકાસનો ઢંઢેરો પીટ્યો અને ત્રણ મહિના પછી ભારતમાં ભયંકર સ્થિતિ જાેવા મળી.ભારતની સ્થિતિ કંટ્રોલ બહાર થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર મદદની જરૂર છે. ૨૦૨૦માં અચાનક વડાપ્રધાને લોકડાઉન લગાવ્યું અને લાખો પ્રવાસી અને મજૂરોને શહેર છોડવું પડ્યું. વડાપ્રધાને ગયા વર્ષે સિસ્ટમ લોક કરીને બધું રોક્યું અને ૨૦૨૧ની શરૂઆતમાં જ બધું ખુલ્લું મૂકી દીધું.
મેડિકલ સિસ્ટમ પર માત્ર ભાષણ આપ્યા. જનતાની સુરક્ષાની જગ્યાએ કારણ વગરના ઉત્સવ કર્યા. વડાપ્રધાન મોદીએ સ્થિતિ વધારે ખરાબ કરી દીધી. રાજ્યની ચૂંટણીમાં જીત માટે પ્રચાર કરતા લાખોની ભીડને માસ્ક વગર સંબોધન કર્યું. કુંભમેળાને મંજૂરી આપી. લાખો લોકો ભેગા થયા અને તે કોરોનાનું હોટસ્પોટ બની ગયું.પીએમ મોદીનો દરેકને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે, પરંતુ દેશની સાચી ઉત્પાદનક્ષમતા વિશે તેઓ પોતે જ કશું નથી જાણતા. રાજકીય ફાયદો જ્યાંથી મળી શકે ત્યાં વેક્સિનેશનને પ્રાથમિકતા આપીશ, પણ જરૂરિયાતને ધ્યાનમાં ના રાખી. પરિણામ એ આવ્યું કે અત્યારસુધી માંડ ૧૦ ટકા વસતિને જ વેક્સિન મળી છે, એટલે કે હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે જરૂરી વેક્સિનેશન કદાચ ૨૦૨૩ સુધીમાં પણ પૂરું ના થઈ શકે. આ સંકટને ધ્યાનમાં રાખીને અત્યારે એકજૂથ થવાની જરૂર છે. અત્યારે એ બધું કરવું જાેઈએ,જે લાખો લોકોની પીડા દૂર કરી શકે. અમેરિકા, યુરોપ, ફ્રાન્સ, જર્મની અને બ્રિટને વેક્સિનનું ઉત્પાદન વધારવા માટે પહેલા જ મદદ મોકલવાની જાહેરાત કરી દીધી છે.