જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદીઓના ભારે ગોળીબાર હેઠળ ભારતીય વાયુસેના ના વાહન કાફલા પર ઓછામાં ઓછા પાંચ સૈનિકો ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓ સામે શોધખોળ શરૂ કરી છે, જ્યારે આતંકવાદી હુમલામાં ઘાયલોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે.ઘાયલ સૈનિકોને વધુ સારવાર માટે કમાન્ડ હોસ્પિટલ, ઉધમપુરમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે, સુરક્ષા અધિકારીઓએ સમાચાર એજન્સી છદ્ગૈંને જણાવ્યું હતું.
સુરક્ષા દળોના અધિકારીઓએ માહિતી આપી કે આ હુમલો ત્યારે થયો જ્યારેનો કાફલો જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં સનાઈ ટોપ તરફ આગળ વધી રહ્યો હતો. અધિકારીઓએ ઉમેર્યું હતું કે શાહસિતાર પાસેના જનરલ એરિયામાં એર બેઝની અંદર વાહનોને સુરક્ષિત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓ સામે શોધ શરૂ કરી છે, જ્યારે આતંકવાદી હુમલામાં જાનહાનિની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.
બીજેપીની ટીકા ‘ચૂંટણીના સમયે વાતાવરણ બગાડયું...’
“માહિતી મળી છે કે પૂચમાં, ભારતીય વાયુસેનાના વાહન કાફલા પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. ચૂંટણી સમયે પાકિસ્તાને મોકલેલા લોકો ઘૂસણખોરી કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરે તે સ્વાભાવિક છે. સુરક્ષા દળો સતર્ક છે...જેઓ આ હુમલા પાછળ છે તેમને જલ્દીથી પકડવાની અને તટસ્થ કરવાની જરૂર છે...” જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમએ કહ્યું.