વલસાડ, તા.૧૦
ખેરગામના વાળ ગામે ખેતરના હેળાની પાળ પર કચરો નાખવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા મામલો લોહિયાળ બન્યો હતા. ભોગ બનનારે ફરિયાદ કરતા મામલો પોલિસ મથકે પહોંચ્યો હતો.
પોલીસ સૂત્રો પર થી મળેલી માહિતી પ્રમાણે ખેરગામ ના વાળ ગામ ના અને ઘેજ ખાતે પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સંજયભાઈ ખંડું ભાઈ પટેલ અને તેમના ભાઈ, રાજેશ ભાઈ ખંડું ભાઈ પટેલ તેમજ પિતા ખંડુ ભાઈ મંગા ભાઈ પટેલે ગત રોજ નજીવી બાબતે ગામ ના જ યુવાન દશરથ ભાઈ ભગુ ભાઈ પટેલ અને તેની માતા પર જીવલેણ હુમલો કર્યા હોવાની ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ત્રણેય આરોપીઓ ભેગા થઈ વાડ રાંધા ફળિયા ખાતે પોતાના ખેતર માં માતા સાથે કામ કરી રહેલ દશરથ ભાઈ સાથે જમીન ના હેળાની પાળ પર કચરા નાખવા બાબતે ઝગડો કર્યો હતો બોલા ચાલી થી શરૂ થયેલ સામાન્ય ઝગડો આખરે લોહિયાળ બન્યો હતો. ઉગ્ર થયેલ શિક્ષક સંજય ભાઈ એ ખેતર ના પાળ પર કચરો નાખી રહેલ દશરથભાઈ ભગુભાઈ પટેલના માથામાં લાકડા વળે ફટકો મારતા દશરથ ભાઈ લોહી લુહાણ થયા હતા ખંડું ભાઈ એ પણ લાકડા નો ફટકો માર્યો હતો. શિક્ષક સંજય ભાઈ ના ભાઈ રાજેશ ભાઈ ઝટકો લઇ ને દોડી આવી દશરથ ભાઈ ના ડાબા હાથ ના કોણી ના ભાગે ઊંધો મારી ઇજા પહોંચાડી હતી. દશરથ ભાઈ લોહી લુહાણ થઈ જતા તેમને ગામ ના લોકો એ તત્કાલ ધોરણે ખેરગામ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા. સિવિલ ના ડોકટર કેતન પટેલે દશરથ ભાઈ ની સારવાર કરી હતી. દશરથ ભાઈ ને માથા માં પાંચ ટાંકા આવ્યા હોવાનું ડોકટર કેતન પટેલે જણાવ્યું છે. દશરથ ભાઈ ને માથા માં લાગેલું હોવાને કારણે તેમના જીવ ને જોખમી હોવાનું ડોકટરે જણાવ્યું હતું.દર્દી ને સિવિલ ખાતે લાવતા ની સાથે હોસ્પિટલ મેનેજમેન્ટ તત્કાલ ધોરણે પોલીસ ને જાણ કરી હતી.પરંતુ પોલીસે ફરિયાદ નોંધી આગળ ની તાપસ હાથ ધરી છે. પીએસ આઈ જીએસ પટેલ ને પૂંછતાં બીટ ના જમાદાર બિપિન ભાઈ પટેલ તપાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું આરોપીઓ ખેરગામ માં પોલીસ ની સામે બિન્દાસ ફરી રહ્યા છે .