ભરૂચ-
દક્ષિણ આફ્રિકામાં ભરૂચ જિલ્લાના યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં નીગ્રો લૂટારૂઓએ દુકાનમાં લૂંટ ચલાવ્યા બાદ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી. દક્ષિણ આફ્રિકાના લેનાસીઆમાં ભરૂચ જિલ્લાના પગૂંથણ ગામના યુવાન ઇમરાન અબ્બાસ કાવીવાળા છેલ્લા 5 વર્ષથી વેપાર માટે સ્થાયી થયા છે અને લેનાસીઆમાં પોતાની દુકાન ચલાવે છે. તેઓ પોતાની દુકાનમાં હતા ત્યારે ત્રણ નીગ્રો લૂંટારૂઓ લૂંટના ઇરાદે ગ્રાહકના સ્વાગમાં આવ્યા હતા. એક નીગ્રોએ સામાનની ખરીદી કર્યા પછી ઇમરાન પર ઓચિંતો હુમલો કર્યો હતો અને બીજા 2 નીગ્રો દુકાનમા લૂંટ ચલાવી રહ્યા હતા તે દરમિયાન એક લૂંટારૂએ ઇમરાનને માથાના ભાગે મારતા ઈજા પહોંચી હતી. જેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્ય હતા. બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હુમલાની ઘટના બાદ ભરૂચ ખાતે રહેતા તેઓના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.