ગાંધીનગર-
ગાંધીનગર માં સસ્પેન્સ નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિજય રૂપાણી કમલમ પહોંચ્યા છે,આજે નવા મુખ્યમંત્રી ના નામ ની ધારાસભ્ય દળની બેઠક માં જાહેરાત થવાની છે, જે માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના વચ્ચે રાજ્કીય અગ્રણીઓ કમલમ પહોંચી રહયા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હમણાં પોતાના કાફલા સાથે કમલમ માં આવી પહોંચ્યા છે. દરમિયાન આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં હાજર રહેશે. નવા મુખ્યમંત્રી તરીકે હવે પાટીદાર ચહેરો ગણાતા નાયબ મુખ્યમંત્રીના નામ પર પસંદગીની મોહર મારવામાં આવી શકે છે તેવી પ્રબળ શક્યાતાઓ જોર પકળી રહી છે, એવું પણ મનાઈ રહ્યું છે કે રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યૂલાનો સ્વીકાર કરવામાં આવે જેમાંOBC અને SC-STનેતાઓનો પણ સમાવેશ થઈ શકે છે. આમ જોવામાં આવે તો કોણ બનશે ગુજરાતના નવા મુખ્યમંત્રી તેના નામની ચર્ચાઓએ જોર પકડ્યં છે.