વડોદરા શહેર પોલીસના રમતવીરોએ એથ્લેટિક્સમાં ૧૫ થી વધુ મેડલ્સ મેળવ્યા

વડોદરા, તા.૨૯

વડોદરા શહેર પોલીસના રમતવીર જવાનો અને અધિકારીઓએ તાજેતરમાંદેવભૂમિ દ્વારકા જિલ્લામાં રમાયેલી ૪૦ મી સ્ટેટ માસ્ટર એથલેટિક્સમાં આ ગણવેશધારીઓએ શહેર પોલીસ દળનું નામ રોશન કર્યું છે.અને ૧૫ થી વધુ મેડલ્સ મેળવ્યા છે. તાજેતરમાં તા.૨૭-૨૮ ના રોજ દ્વારકા જિલ્લા ખાતે ૪૦મી સ્ટેટ માસ્ટર એથેલેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૧ યોજવામાં આવી જેમાં ઉમરના આધારે અલગ અલગ ઓપન સ્પોર્ટ્‌સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દરેક જિલ્લાના પોલીસ અધિકારી તેમજ કર્મચારી સાથે સ્થાનિક ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ૩૫ -૪૦ ઉમર વર્ષ કેટેગરીમાં વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.સ.ઇ અરુણ મિશ્રાએ ૨૦૦ મીટરની દોડમાં તથા ગોળાફેંકમાં ફર્સ્‌ટ આવી ગોલ્ડ મેડલ તેમજ ૪૦૦ મીટરની દોડમા સિલ્વર મેડલ, ૪૦- ૪૫ ઉમર વર્ષ કેટેગરીમાં હે.કો શેરજમાન બ્લોચ એ ૪૦૦,૮૦૦ તથા ૧૫૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે. જ્યારે ૪૫-૫૦ ઉમર વર્ષ કેટેગરીમાં કોન્સ્ટેબલ નિશાંત શેલારે ૨૦૦ મી ની દોડ મા ગોલ્ડ મેડલ તથા ૧૦૦ મીટર ની દોડ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે તો ૪૫-૫૦ ઉમર વર્ષ કેટેગરીમાં એ.એસ.આઇ. સલીમ ઇબ્રાહિમએ ૫ કીમી અને ૧૫૦૦ મીટરની દોડમાં સિલ્વર તથા ૮૦૦ મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.૪૫-૫૦ ઉમર વર્ષ કેટેગરીમાં પોલીસ હે.કો હસન ઇબ્રાહિમએ ૪૦૦ મીટરની હર્ડલસ તેમજ ૧૫૦૦ મીટર દોડમાં તથા ૫ કિમી ક્રોસ કન્ટ્રી માં ગોલ્ડ તેમજ ૮૦૦ મીટરની દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. ૪૫-૫૦ ઉમર વર્ષ કેટેગરીમાં પોલીસ કોન્સ્ટેબલ રમેશ ભાઈ ઠાકુરએ ૪૦૦ મીટરની હર્ડલ્સ (વિઘ્ન દોડ) માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution