મોરબી-
માળિયાના ન્યુ નવલખીમાં મતદારોએ આજે મતદાનનો બહિષ્કાર કર્યો હતો પેટા ચૂંટણીમાં આ વિસ્તારના રહીશોએ મતદાન બહિષ્કાર કર્યો હતો
.માળિયાના ન્યુ નવલખીના જુમાવાડી વિસ્તારના રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો હાથમાં બેનર લઈને મતદાન બહિષ્કારનો નિર્ણય કર્યો હતો જેમાં મોરબી બેઠકના એક ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને હજુ સુધી ગામના એક પણ વ્યક્તિએ પોતાનો મત આપ્યો નથી. મતદાનનો બહિષ્કાર કર્યો છે તે ગામનું નામ ન્યુ નવલખી ગામ છે. આ ગામના લોકોએ તંત્રની સામે નારાજગી વ્યક્ત કરીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. લખવામાં આવ્યું છે કે ન્યુ નવલખી ગામે વસતા ગરીબ અને અભણ મજુરી કરીને ગુજરાન ચલાવતા લોકોને ઘણા વર્ષોથી ગ્રામ પંચાયત અલગ આપવામાં આવેલ નથી ઉપરાંત ન્યુ નવલખીમાં પાણી ભરાઈ જતું હોય તેના નિકાલની પણ વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી આજે મતદાનનો સામુહિક બહિષ્કાર કરીએ છીએ ઉલ્લેખનીય છે કે માળિયા પછાત વિસ્તાર છે અને અહી પ્રાથમિક સુવિધાઓ અને પાયાના પ્રશ્નો પણ જોવા મળે છે ત્યારે મતદારોએ આજે મતદાનના દિવસે રોષ પ્રગટ કરીને મતદાન બહિષ્કાર કર્યો હતો