ઓગસ્ટ મહિનાના અંતે ટિ્‌વટરના શેર્સની કુલ વેલ્યૂ માત્ર ૪૨ લાખ ડોલર રહી ગઈ


ફિડેલિટી નામની રિસર્ચરનું કહેવું છે કે ઈલોન મસ્કે ટિ્‌વટર ખરીદી તે પહેલાંના ભાવ કરતા હવે તેની વેલ્યૂ ૮૦ ટકા ઓછી છે. ઓગસ્ટ મહિનાના અંતે ટિ્‌વટરના શેર્સની કુલ વેલ્યૂ માત્ર ૪૨ લાખ ડોલર રહી ગઈ હતી. ઠ પર લોકોનું એન્ગેઝમેન્ટ હજુ મજબૂત છે પણ હવે પહેલા જેટલી એડ નથી મળતી.

અબજાેપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ટિ્‌વટર ખરીદીને તેને ઠ નામ આપ્યું ત્યાર પછી તેની વેલ્યૂમાં ભારે ઘટાડો થયો છે. મસ્કે ટિ્‌વટર ખરીદતી વખતે જે કિંમત ચૂકવી હતી તેની સરખામણીમાં ૮૦ ટકા વેલ્યૂ ઘટી ગઈ છે. એટલે કે ઠ નું મૂલ્ય માત્ર ૨૦ ટકા રહી ગયું છે તેવો દાવો એક ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ કર્યો છે.

ફિડેલિટી નામની રિસર્ચરનું કહેવું છે કે ઈલોન મસ્કે ટિ્‌વટર ખરીદી તે પહેલાંના ભાવ કરતા હવે તેની વેલ્યૂ ૮૦ ટકા ઓછી છે. ઈલોન મસ્કે ૪૪ અબજ ડોલર ટિ્‌વટર ખરીદીને ઓક્ટોબર ૨૦૨૨માં તેને પ્રાઈવેટ કરી નાખી હતી તેથી તે શેરબજારમાં લિસ્ટેડ નથી. તેના કારણે તેની વાસ્તવિક વેલ્યૂ જાણી શકાતી નથી. જાેકે, ફિડેલિટીનું કહેવું છે કે તેણે ઠ (ટિ્‌વટર)ના શેરની વેલ્યૂ કાઢી છે અને કંપની એકંદરે કેટલી હેલ્ધી છે તે આના પરથી જાણી શકાય છે.

ઓગસ્ટ મહિનાના અંતે ટિ્‌વટરના શેર્સની કુલ વેલ્યૂ માત્ર ૪૨ લાખ ડોલર રહી ગઈ હતી તેમ ફિડેલિટી બ્લૂ ચિપ ગ્રોથ ફંડના અહેવાલમાં જણાવાયું છે. ફિડેલિટીએ જુલાઈના અંત માટે જે વેલ્યૂનો અંદાજ રાખ્યો હતો તેમાં પણ ૨૪ ટકાનો ઘટાડો થયો છે. ઓક્ટોબર ૨૦૨૨માં જ્યારે ટિ્‌વટર માટે ડીલ કરવામાં આવી ત્યારે તેની કિંમત ૧૯.૬૬ મિલિયન ડોલર આંકવામાં આવી હતી અને હવે આ લગભગ ૮૦ ટકા ઘટી ગઈ છે. ફિડેલિટીના નવા વેલ્યૂએશન પ્રમાણે મસ્કે જે કંપની માટે ૪૪ અબજ ડોલર ચૂકવ્યા હતા તેની કિંમત હાલમાં માત્ર ૯.૪ અબજ ડોલર ગણી શકાય તેમ છે.

એનાલિસ્ટ્‌સનું કહેવું છે કે એક્સ માટે ફિડેલિટીએ પ્રાઈસ ટેગમાં એટલા માટે ઘટાડો કર્યો છે કારણ કે તેની એડવર્ટાઈઝિંગની આવક ઘટી રહી છે. કંપની તેની નાણાકીય સ્થિતિ વિશે કોઈ ત્રિમાસિક અહેવાલ નથી આપતી. આ વિશે વેડબુશ સિક્યોરિટીઝના સિનિયર ઈક્વિટી એનાલિસ્ટ અને મેનેજિંગ ડિરેક્ટર ડેન ઈવ્સનું કહેવું છે કે મસ્કે ચોક્કસપણે આ એસેટ માટે વધારે પડતી રકમ ચૂકવી છે. ઈવ્સના કહેવા પ્રમાણે ઈલોન મસ્કે જ્યારે ૪૪ અબજ ડોલર ચૂકવ્યા ત્યારે કંપનીની વાસ્તવિક વેલ્યૂ ૩૦ અબજ ડોલરની આસપાસ હતી. આજે તે વેલ્યૂ ૧૫ અબજ ડોલરની નજીક છે. એટલે કે તેની કિંમત અડધી રહી ગઈ છે. ટ પર લોકોનું એન્ગેઝમેન્ટ હજુ મજબૂત છે પણ હવે પહેલા જેટલી એડ નથી મળતી. કેટલાક એડવર્ટાઈઝર્સે ચિંતા વ્યક્ત કરી છે કે મસ્કની માલિકી હેઠળ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ્ટ્રીમ કન્ટેન્ટ જાેવા મળે છે અને તેઓ નથી ઈચ્છતા કે તેમની બ્રાન્ડ્‌સને આ કન્ટેન્ટની સાથે મૂકવામાં આવે.

તાજેતરના એક સરવેમાં જાણવા મળ્યું છે કે લગભગ ૨૬ ટકા માર્કેટર્સ આગામી વર્ષે ટિ્‌વટર પર તેમનો ખર્ચ ઘટાડવા માગે છે. કોઈ પણ ગ્લોબલ એડ પ્લેટફોર્મ પરથી એડની આવકમાં આ સૌથી મોટો ઘટાડો હશે. માત્ર ચાર ટકા એડવર્ટાઈઝર્સ માને છે કે ટિ્‌વટર તેમને બ્રાન્ડ સેફ્ટી પૂરી પાડે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution