ગાંધીનગર-
એએમસી ચૂંટણીને લઈને હવે પૂરજાેશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. તેવામાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો પર દબાણ લાવવા માટે પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સનસનીખેજ પત્ર લખીને ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે. અને અપક્ષના ૧૦ ઉમેદવારોને બંધક બનાવ્યાનો પણ સનસનીખેજ આરોપ લગાવ્યો હતો.
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે પોલીસ કમિશ્નર તેમજ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. દરિયાપુર વોર્ડમાં અપક્ષોને ભાજપના ઈશારે સામાજિક તત્વોને ધમકીઓ આપી ઉમેદવારી કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અપક્ષ ઉમેદવાર ફોર્મ પરત ના ખેંચે માટે પોલીસ ધમકીઓ આપે છે. ૧૦ અપક્ષ ઉમેદવારોને ખાનગીફાર્મ હાઉસ પર પોલીસે બંધક બનાવ્યાનો આક્ષેપ ગ્યાસુદ્દીન શેખે લગાવ્યો છે. મતોનું ધ્રુવીકરણ થાય તે માટે અપક્ષોને મેદાને ઉતાર્યા હોવાનો આરોપ શેખે લગાવ્યો હતો.
અમદાવાદ શહેરમાં શનિવારે કોંગ્રેસે ઉમેદવારોને બારોબાર મેન્ડેટ આપી દીધા હતા, જાેકે ટિકિટથી વંચિત કાર્યકરો હજુ નારાજ છે, જેના કારણે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ છેલ્લા ચાર દિવસથી કોંગ્રેસ કાર્યલયે ફરક્યા જ નથી. કાર્યકરોના રોષ સામે નેતાઓ ડરી ગયા છે. ઓબ્ઝર્વર તામ્રધ્વજ સાહુ ગુજરાત આવી પહોંચ્યા હતા, તેઓ પણ કોંગ્રેસ કાર્યાલય આવ્યા નહોતા, ગાંધીનગર નજીકના ફાર્મમાં તેમણે સિનિયરો સાથે બેઠક યોજી હતી.