૧૬ વર્ષની ઉંમરમાં ફરહાન અહેમદે ૧૦ વિકેટ ઝડપી ૧૫૯ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો


લંડન:આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમાઈ રહી છે. જેમાં ૧૬ વર્ષના ખેલાડીનું મોટું પરાક્રમ જાેવા મળ્યું છે. આ ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૫૯ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ યુવા ખેલાડીનું આ શાનદાર પરાક્રમ સરે અને નોટિંગહામશાયર વચ્ચે રમાયેલી મેચ દરમિયાન જાેવા મળ્યું હતું. હવે આ ખેલાડી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની મેચમાં ૧૦ વિકેટ લેનારો સૌથી યુવા બોલર બની ગયો છે. જે ઈંગ્લેન્ડનો સ્પિન બોલર ફરહાન અહેમદ કાઉન્ટી ક્રિકેટમાં નોટિંગહામશાયર તરફથી રમી રહ્યો છે. આ મેચમાં ફરહાને સરે સામે ૧૦ વિકેટ ઝડપી હતી. જેમાંથી પ્રથમ દાવમાં ૭ વિકેટ અને બીજી ઈનિંગમાં ૩ વિકેટ ઝડપી હતી. આ સાથે ફરહાને ગ્રેસનો ૧૫૯ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ ૧૮૬૫માં જેન્ટલમેન ઓફ ધ સાઉથ તરફથી રમતી વખતે ગ્રેસે મેચમાં ૮૪ રન આપીને ૧૩ વિકેટ લીધી હતી. તે સમયે ગ્રેસની ઉંમર ૧૬ વર્ષ ૩૪૦ દિવસ હતી. હવે ફહરાને ૧૬ વર્ષ અને ૧૯૧ દિવસમાં આ સિદ્ધિ મેળવી છે. ફરહાન અહેમદ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્પિન બોલર રેહાન અહેમદનો ભાઈ છે. વિરોધી બેટ્‌સમેનો ફરહાનની સ્પિનમાં ફસાયેલા જાેવા મળ્યા હતા. જાે મેચની વાત કરીએ તો સરે પ્રથમ બેટિંગ કરતા ૫૨૫ રન બનાવ્યા હતા. સરે તરફથી સાઈ સુદર્શન અને રોરી બર્ન્સે સદી ફટકારી હતી. આ પછી નોટિંગહામશાયરની ટીમ પ્રથમ દાવમાં ૪૦૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જાેકે આ મેચ ડ્રો રહી હતી. કારણ કે સરેએ બીજી ઈનિંગમાં ૧૭૭ રન બનાવીને દાવ ડિકલેર કરી દીધો હતો. જે બાદ નોટિંગહામશાયરને જીતવા માટે ૨૯૮ રનનો ટાર્ગેટ હતો. જે બાદ નોટિંગહામશાયરની ટીમે છેલ્લા દિવસે એકપણ વિકેટ ગુમાવી ન હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution