ચીનથી આવેલ કોરોના વાયરસ પૂરી દુનિયાને તબાહ કરી રહ્યો છે. જેમાં દિગ્દર્શક રાઘવ લોરેન્સનું અનાથાલય પણ સપેટામાં આવી ગયું છે. રાઘવ લોરેન્સે ટ્વીટ કરી કહ્યુ હતું કે, એક અઠવાડિયા પહેલા બાળકોને તાવ આવ્યો હતો. તેમની તબીબી તપાસ કરતા ૧૮ બાળકોને અને ૩ સ્ટાફને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ વાતથી હું ખૂબ જ અપસેટ થઇ ગયો હતો. જાકે, ડાકટર્સના અનુસાર બાળકોના સ્વાસ્થયમાં સુધારો થઇ રહેલો જાવા મળે છે. તેમનું ટેમ્પરેચર પણ ઓછું થઇ રહ્યુ છે. આ લોકોની ફરી ટેસ્ટ કરવામાં આવશે અને ટેસ્ટ નેગેટિવ આવતા જ ડિસ્ચાર્જ કરવામાં આવશે.