દિલ્હી-
હૈતીની રાજધાની Port-au-Princeમાં એક મુખ્ય રસ્તા પર ગોળીબારમાં એક પત્રકાર અને રાજકીય કાર્યકર સહિત 15 લોકો માર્યા ગયા હતા. રાષ્ટ્રીય પોલીસ વડા લિયોન ચાર્લે બુધવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે મોડી રાતના આ હુમલાની તપાસ ચાલી રહી છે. તેમણે વધુ વિગતો આપી ન હતી કે ન તો તેમણે કહ્યું કે હુમલો કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો કે કેટલાંક હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.
ડેલ્માસ 32(Delmas 32) માં મુખ્ય રસ્તાની સાથે ફૂટપાથ પર લાશ વેરવિખેર મળી હતી. આ વિસ્તાર રાજધાની પોર્ટ પ્રિન્સની અંદર એક ગીચ વિસ્તાર છે. લિયોન ચાર્લે જણાવ્યું હતું કે ફાયરિંગ તે વિસ્તારમાં થયું હતું જ્યાં થેડા કલાકો અગાઉ 509 (Fantom 509) કહેવાતા નારાજ પોલીસ અધિકારીઓના જૂથના પ્રવક્તાની હત્યા થઈ હતી. તેમણે સામૂહિક હત્યા માટે ફેન્ટમ 509ના સહયોગીઓને દોષી ઠેરવ્યા હતા. પરંતુ પોતાની વાત સાચી સાબિત કરવા માટે કોઈ પુરાવા આપ્યા નથી આપ્યા.
ફેન્ટમ 509એ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી
હૈતીના રાષ્ટ્રીય પોલીસ વડા ચાર્લ્સે જણાવ્યું હતું કે, પોલીસ બદલાના આ કૃત્યોને કોઈપણ સ્વરૂપમાં સહન કરી શકતા નથી. બીજી તરફ, ફેન્ટમ 509ના સભ્યોએ ઘટના અંગે તરત ટિપ્પણી કરી નથી. મૃત્યુ પામેલા લોકોમાં રેડિયો વિઝન 2000 માટે કામ કરવા વાડા ડિએગો ચાર્લ્સ અને રાજકીય કાર્યકર્તા એન્ટોનેટ ડુક્લેયર પણ હતા.
અમેરિકાએ હુમલાની નિંદા કરી
આ હત્યાથી હૈતીના ઘણા લોકો ચોંકી ઉઠ્યા છે. આ હત્યા એવા સમયે કરવામાં આવી છે જ્યારે છેલ્લા મહિનાઓમાં ગેંગ હિંસામાં ઝડપથી વધારો થયો છે. યુએસ દૂતાવાસે આ હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે તે જાનહાનિ અને સામાન્ય અસલામતી અંગે ચિંતિત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યુ.એસ. હૈતીની સરકારને ગેંગના ફેલાવા સામે લડત આપીને અને હિંસાના ગુનેગારો અને તેમના સાથીઓને જવાબદાર ઠેરવીને તેના નાગરિકોને બચાવવા આગ્રહ કરે છે.