દિલ્હી-
ઈરાની રાજધાની તેહરાન નજીક પર્વતીય વિસ્તારમાં અનેક પર્વતો પર ભુસ્ખલન થતા 12 લોકોનાં મોત નીપજ્યાં હતાં. સરકાર દ્વારા સંચાલિત ટીવી ચેનલના સમાચાર મુજબ, આ વિસ્તારમાં ભારે પવન અને બરફવર્ષાના એક દિવસ પછી, ચાર જુદા જુદા સ્થળોએ હિમપ્રપાત થયો હતો. જ્યાં અલ્બોરજ પર્વતમાળામાં હિમપ્રપાત છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો સપ્તાહના અંતે પર્વતારોહણ કરવા માટે આવે છે. સરકારી ટીવી ચેનલે બતાવ્યું હતું કે ગુમ થયેલ લોકોની શોધ માટે ઇમરજન્સી કર્મચારીઓ હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા હતા. સમાચારો અનુસાર, 11 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા અને એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતા માર્ગમાં મોત નીપજ્યું હતું.