વડગામ : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્ય શશીકાંતભાઇ પંડયાના અધ્યક્ષ સ્થાને સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ હેઠળ પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની ગાઇડલાઇન અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બેસ્ટ્ આત્મા ફાર્મર્સ એવોર્ડ વર્ષ ૨૦૧૮-૧૯ના વિજેતાને ધારાસભ્યના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લાભાર્થીઓને સહાયના મંજુરીપત્રો ધારાસભ્ય શશીકાંતભાઇ પંડયા અને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્કેટયાર્ડના પ્રમુખ ફતાભાઇ ધારીયા, અગ્રણીઓ ગિરીશભાઇ જગાણીયા, લાલજીભાઇ પ્રજાપતિ, ભગવાનભાઇ કુગશીયા, મેરૂજીભાઇ ધુંખ, ભીખાભાઇ ભુટકા, અમૃતભાઇ દવે સહીત ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.