ગાંધીનગર-
વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે અને તેને મંજૂર પણ કરી દેવામાં આવ્યુ છે.એટલે કે હવે મંત્રીપદ માટે તેમનું સ્થાન નક્કી છે.આજે ગુજરાતમાં મંત્રીમંડળનાં લગભગ તમામ મંત્રી નવા જ હશે.ભાજપ સો ટકા નો રિપીટની થિયેરી અપનાવવા જઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે ગુજરાતમાં છે. આ કાર્યક્રમ ગાંધીનગર રાજભવન ખાતે બપોરે 1.30 કલાકે યોજાશે. જોકે, આ શપથગ્રહણ સમારોહ 15 સપ્ટેમ્બરે યોજાવાનો હતો. આ અંગે રાજભવનમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. બાદમાં તે તમામ પોસ્ટરો ફરી તોડી નાખવામાં આવ્યા હતા. સોમવારે ભૂપેન્દ્ર પટેલે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.