અમદાવાદ-
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક માટે આગામી 3 નવેમ્બરે મતદાન યોજાશે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. હવે બાકી રહેલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જોકે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે.
રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ઉમેદવારોએ પક્ષના આંતરિક વિખવાદને કારણે પાર્ટીમાંથી રાજીનામા આપ્યા હતા. જેના લીધે ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠક ખાલી પડી હતી. જેની પેટા ચૂંટણી માટે આગામી 3 નવેમ્બરે મતદાન યોજાશે. આ 8 બેઠક માટે કુલ 133 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. તેમાંથી 33 ફોર્મ રદ્દ થયા છે અને 102 ફોર્મ માન્ય રખાયા છે. ઉમેવારીપત્ર ભરવાનાં છેલ્લા દિવસે 71 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. જેમાં સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પરથી 20 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં જંપલાવ્યું છે. આ સિવાય ગઢડા વિધાનસભા બેઠક માટે પણ 12 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. રાજ્યના મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસે બધી જ 8 બેઠક માટે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગતરી હાથ ધરવામાં આવશે.