બોટાદ-
ગઢડા 106 વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ આજે ગઢડા ભાજપનાં ઉમેદવાર આત્મારામ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતા પહેલા ગઢડા મંદિરનાં સ્વામિનારાયણ મંદિર ખાતે તેમણે દર્શન કર્યા હતા. ત્યાર બાદ પટેલ સમાજની વાડી ખાતે નાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી કુંવરજી ભાઈ બાવળિયા, ગઢડા ચૂંટણીનાં ઇન્ચાર્જ ગોરધન ભાઈ ઝડફિયા હાજર રહ્યા હતા. જ્યાં સભામાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન જોવા મળ્યું હતું. જ્યા સભા પૂર્ણ થયા બાદ મામલતદાર કચેરી ખાતે આત્મારામ પરમાર, કુંવરજીભાઇ બાવળિયા અને ગોરધનભાઈ ઝડફિયા ઉમેદવારી ફોર્મ ભરવા પોહચ્યા હતા. જ્યા ચૂંટણી અધિકારીને આત્મારામ પરમારે ઉમેદવારી પત્ર આપ્યુ હતુ અને આત્મારામ પરમારે ફોર્મ ભરી પોતાની જીતની આશા વ્યકત કરી હતી.