આસામની નિખામોનીએ તમિલનાડુ કાઈટબોર્ડિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો


ગુવાહાટી:આસામના ગોલાઘાટ જિલ્લાના સરુપાથર વિસ્તારની એક યુવતી કાઈટબોર્ડિંગના ક્ષેત્રમાં ચમકી રહી છે. તે નિખામોની બોરા છે, જેણે તાજેતરમાં તમિલનાડુમાં યોજાયેલી કાઈટબોર્ડિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪માં સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. કાઈટ બોર્ડિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪ તામિલનાડુમાં ૨૫-૨૯ ઓગસ્ટ દરમિયાન ચાર દિવસની અવધિ સાથે યોજાઈ હતી.

સ્પર્ધામાં સરુપાથરના નિખામોની બોરાએ ભાગ લીધો હતો. દરિયાની વચ્ચે એડવેન્ચર સ્પોર્ટ્‌સમાં ભાગ લેનાર યુવા એથ્લેટે આ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. અગાઉ ગોવામાં આયોજિત સેલિંગ જેવી એડવેન્ચર સ્પોર્ટ્‌સમાં ભાગ લેનારી આસામની પ્રથમ મહિલા એથ્લેટ નિખામોની છે. ૈંદ્ગઉ્‌ઝ્ર ની પહેલ ઇન્ડિયન નેવી ઓપન વિન્ડ સર્ફિંગ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. એથ્લેટે તે ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution