આસામ-
આસામમાં મુખ્યમંત્રી હેમંતા બિશ્વા સરમા એ તેમના નવા મંત્રી મંડળની રચના કરી છે. જેમાં અગાઉ કોંગ્રેસની તરુણ ગોગોઇ સરકારમાં જાહેર બાંધકામ મંત્રી તરીકે રહી ચુકેલા અને પાંચ વખત ધારાસભા ચુંટણી જીતેલા અજંતા નેઓગને નાણામંત્રી બનાવ્યા છે. આમ ઉતર-પુર્વના રાજયોમાં નાણામંત્રી બનનાર તેઓ પ્રથમ મહિલા છે. નેઓગ એ ગુવાહાટી યુનિ.ના લો ગ્રેજયુએટ છે. તેઓ કોંગ્રેસ સરકારમાં પણ મંત્રી રહી ચુકયા છે અને 1996માં તેમના પતિની ઉલ્ફા ત્રાસવાદીઓએ હત્યા કર્યા બાદ રાજકારણમાં આવ્યા હતા અને બાદમાં તેઓ સરમાની પ્રેરણાથી ભાજપમાં જોડાઇ ગયા હતા. આમ કોંગ્રેસમાંથી જ આવેલા હેમંતા બિશ્વા એ તેમના એક સમયના સાથીદારને નંબર-ટુ જેવુ મહત્વનું સ્થાન આપ્યુ છે.