પેરિસ:પેરિસ ઓલિમ્પિકના ત્રીજા દિવસે ભારતને બેડમિન્ટનમાં નિરાશાનો સામનો કરવો પડ્યો છે. તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પાની ભારતની સ્ટાર શટલર જાેડી સોમવારે લા ચેપલ એરેના ખાતે રમાયેલી બેડમિન્ટન મહિલા ડબલ્સના બીજા ગ્રુપ સ્ટેજની મેચમાં જાપાન સામે હારી ગઈ હતી. ભારતીય ખેલાડીઓએ મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું ઘણી મોટી ભૂલો કરી હતી. પરિણામે ચોથી ક્રમાંકિત જાપાની જાેડીએ નામી માત્સુયામા અને ચિહારુએ તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પાને સીધા સેટમાં ૨૧-૧૧, ૨૧-૧૨થી હરાવીને ૪૮ મિનિટથી પરાજય આપ્યો. અગાઉ, ભારતીય જાેડીને તેમની પ્રથમ ગ્રૂપ સ્ટેજ મેચમાં કોરિયા રિપબ્લિકના કિમ સો યેઓંગ અને કોંગ હી યોંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તનિષા અને અશ્વિની મંગળવારે ઓસ્ટ્રેલિયાની સેટિયાના માપાસા અને એન્જેલા વુ સામે ટકરાશે.