મુંબઇ
થોડા દિવસો પહેલાં જ વેબ સીરીઝ 'આશ્રમ' રિલીઝ થઇ હતી. જલદી જ તેની બીજી સિઝન પણ આવવાની છે, જેનું ટીઝર રિલીઝ પણ થઇ ચૂક્યું છે. બોબી દેઓલ નું પાત્ર આ સીરીઝમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીરીઝનું ટ્રેલર પણ આવી ચૂક્યું છે. તેમાં બોબી દેઓલ કાશીપુરવાળા બાબા નિરાલાનું પાત્ર ભજવી રહ્યા છે. 'આશ્રમ'ના પહેલાં પાર્ટમાં આસ્થાના નામે માસૂમ લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનો ખેલ જોવા મળ્યો હતો. આ સાથે જ આ વેબ સીરીઝમાં આસ્થા, રાજકારણ અને ક્રાઇમ ત્રણેયનું મિશ્રણ જોવા મળ્યું હતું.
2 મિનિટ 20 સેકન્ડના આ દમદાર ટ્રેલરમાં કાશીપુરવાળા નિરાલા બાબાના પાત્રમાં બોબી દેઓલ પહેલાં વધુ પ્રભાવશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહ્યા છે. મેકર્સે આશ્રમની બીજી સીઝનનએ 'ડાર્ક સાઇડ' નામ આપ્યું છે. આ સીઝનમાં બતાવવામાં આવશે કે બાબા નિરાલા કેવી રીતે પોતાના રાજ્યના બેતાજ બાદશાહ બની જાય છે. તે દરેક નિયમને પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે. આ સીઝન બાબાના ભયાનક અને કાળા સ્વરૂપને બતાવશે, જે લોકો સાથે વિશ્વાસઘાત કરે છે.
પહેલી સીઝનમાં બતાવવામાં આવેલા બાબાના રૂપને વધુ નિખાર સાથે બતાવવામાં આવ્યો છે. કેવી રીતે બાબા પોતાની રાજકીય તાકાતોને વધારશે આ સીઝનમાં બતાવવામાં આવશે. આ સીઝન ખૂબ વધુ રસપ્રદ રહેશે.
આ સીઝનમાં બોબી દેઓલ ઉપરાંત અદિતિ પોહનકર, ચંદન રોય સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયનકા, અધ્યયન સુમન, ત્રિઘા ચૌધરી, વિક્રમ કોચર, તુષાર પાંડે, સચિન શ્રોફ, અનુરીત્તા કે ઝા, રાજીવ સિદ્દીકી, રાજેશ સિંઘલ જોવા મળશે. તન્મય રંજન, પ્રીતિ સૂદ, જહાંગીર ખાન, કનુપ્રિયા ગુપ્તા અને નવદીપ તોમરની પ્રમુખ ભૂમિકાઓ છે.
માનવામાં આવી રહ્યું છે કે બીજી સીઝન પહેલાંથી વધુ ધમાકેદાર રહેશે. આમ તો તમને જણાવી દઇએ કે 11 નવેમ્બર 2020થી બીજી સીઝન એમએક્સ પ્લેયર પર મફતમાં સ્ટ્રીમ થશે. આ સીરીઝમાં બતાવવામાં આવ્યું છે કે ઘણી એવા બાબા અને ધર્મગુરૂ છે જે લોકોની ભાવનાઓનો ખોટો ઉપયોગ કરે છે. લોકોમાં આગામી સીઝનને લઇને મોટી ઉત્સુકતા છે.